ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 ફેબ્રુઆરી 2021
અનેક વખત એવું થતું હોય છે કે રેલ્વે ની ટિકિટ કન્ફર્મ નથી થતી અને છેલ્લી ઘડીએ તે ટિકિટ કેન્સલ કરવા જતા પૈસા સુદ્ધા હાથમાં આવતા નથી.આ ઉપરાંત ઇન્ટરનેટ પર જો ટિકિટ બુક કરવામાં આવી હોય તો કેન્સલ થવાનો સમય પણ વીતી ગયો હોય છે તેમ જ પૈસા ચારથી પાંચ દિવસ પછી ખાતામાં આવે છે. આ પરિસ્થિતિમાં હવે આઈઆરસીટીસીએ મોટો નિર્ણય કર્યો છે. નવા નિર્ણય મુજબ રેલવે ની એપ્લિકેશન તેમજ વેબસાઈટ ઉપર login કર્યા બાદ તમારા બેંકની વિગત ત્યાં મૂકવાની રહેશે. મહત્વપૂર્ણ વાત એ છે કે છેલ્લી ઘડીએ ટિકિટ કેન્સલ કર્યા બાદ માત્ર અમુક મિનિટો ની અંદર તમારા ખાતામાં પૈસા ડિપોઝિટ થઈ જશે.
આ સિસ્ટમ આવનાર થોડા દિવસમાં લાગુ થઈ જવાની છે.આનો સૌથી મોટો લાભ તે લોકોને મળશે જે ટિકિટ કન્ફર્મ નથી થઈ અને છેલ્લી ઘડીએ તેઓ પોતાની ટિકિટ કેન્સલ નથી કરી શકતા અને આથી તેમને પૂરેપૂરા પૈસા થી હાથ ધોવા પડે છે. નવી સિસ્ટમ લાગુ થઈ ગયા બાદ છેલ્લી ઘડીએ ટિકિટ કેન્સલ કરતાની સાથે જ તમારા ખાતામાં તરત પૈસા આવી જશે.
