બાબા રામદેવ વધુ એક મુશ્કેલીમાં મુકાયા; પતંજલિના સરસવના તેલમાં ભેળસેળની ફરિયાદ બાદ ફૅક્ટરી સીલ

by Dr. Mayur Parikh

ઍલૉપથી પર નિવેદન આપીને ફસાયા બાદ હવે બાબા રામદેવ પોતાની જ કંપનીના સરસવના તેલને લઈને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

રાજસ્થાનના અલવરમાં પતંજલિ કંપનીના સરસવના તેલમાં ભેળસેળની આશંકાને કારણે સિંઘાનિયા ઑઇલ મિલને સીલ કરી દેવામાં આવી છે. 

આ કાર્યવાહી દરમિયાન ખુદ જિલ્લા કલેક્ટર ત્યાં હાજર રહ્યા હતા અને સાથે જ કાર્યવાહીની વીડિયોગ્રાફી પણ કરાવી હતી. 

ઉલ્લેખનીય છે કે ખાદ્ય તેલ સંગઠને પહેલાંથી જ પતંજલિના સરસવના તેલ સામે વાંધો ઉઠાવ્યો હતો.

રામદેવ બાબાએ હવે IMA પર આ નવો આરોપ લગાવ્યો; જાણો વિગત   

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More