રાજકોટ-ખેડૂતોને ડુંગળીએ રડાવ્યા, વેચવા ગયેલા ખેડૂતોને સામેથી રૂપિયા ચૂકવવા પડ્યા, બિલ વાયરલ, જાણો કેમ

રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને જે બિલ મળ્યું તે બિલ પણ વાયરલ થતા પરિસ્થિતિ ખેડૂતોની સામે આવી છે.

Rajkot farmer's onion bill went viral on social media

રાજકોટ-ખેડૂતોને ડુંગળીએ રડાવ્યા, વેચવા ગયેલા ખેડૂતોને સામેથી રૂપિયા ચૂકવવા પડ્યા, બિલ વાયરલ, જાણો કેમ

News Continuous Bureau | Mumbai

રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતો ડુંગળી વેચવા ગયા પરંતુ રૂપિયા વધુ મળવા જોઈએ તેના બદલે સામે ચૂકવવા પડ્યા હતા. ઘાટ કરતા ઘડામણ મોંઘી થઈ જેવો ઘાટ સર્જાયો હતો. ડુંગળીના રુપિયા કરતા ભાડું ટેમ્પોનું વધુ થયું હોવાની સ્થિતિ ઉત્પન્ન થઈ છે.

Join Our WhatsApp Community

ડુંગળી અત્યારે રાતા પાણીએ ખેડૂતોને રડાવી રહી છે. ભાવ ના મળવાના કારણે આ સ્થિતિ જોવા મળી રહી છે. જેના બિલ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને જે બિલ મળ્યું તે બિલ પણ વાયરલ થતા પરિસ્થિતિ ખેડૂતોની સામે આવી છે. આ પ્રકારની સ્થિતિમાં ખેડૂત કેવી રીતે ઉભો થઈ શકે છે. ખેડૂતોની આવક ડબલ કરવાની જગ્યાએ ખેડૂતોને આખું વર્ષ મહેનત કરવા બદલ પાક ના ભાવ સામાન્ય મળી રહ્યા છે.

માર્કેટ યાર્ડમાં 1 રુપિયા આસપાસ કિલો ડૂંગળી

ડુંગળી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. રાજકોટમાં ખેડૂતો માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચવા ગયા હતા. 1 રૂપિયાના ભાવે માર્કેટ યાર્ડમાં કિલો ડુંગળી ખરીદવામાં આવી રહી છે. ગુજરાતમાં વિવિધ યાર્ડોમાં આ સ્થિતિ જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો  : બેંક ગ્રાહકો માટે ખુશખબર: બદલી જશે બેંક ખુલવા અને બંધ થવાનો સમય, જાણો હવે શું હશે

આ કારણે બિલ થયું વાયરલ

ડુંગળી પકવતા ખેડૂતોનું વેચાણ નું બિલ પણ આ મામલે વાયરલ એટવા માટે થઈ રહ્યું છે કેમ કે, એક રૂપિયાના ભાવે કિલો ડુંગળી વેચી હતી. 472 કિલો ડુંગળીના ભાવ 495 રૂપિયા મળ્યા હતા. જ્યારે ભાડું ટેમ્પામાં લાવ્યા હોવાથી 626 થયું હતું. ભાડું સહિત અન્ય ખર્ચ મળીને થયો 626 થતા લેવાના બદલે 131 ચૂકવવા પડ્યા હતા જેથી આ બિલ પણ વાયરલ થયું હતું. આ પ્રકારના મફતના ગણ્યા ગાંઠ્યા ભાવ મળતા ખેડૂતોમાં પણ સખત નારાજગી જોવા મળી રહી છે. રૂપિયા લેવાના બદલે ચૂકવતો જગતનો તાત હેરાન થઈ રહ્યો છે. જેની સામે મોંઘવારી ખૂબ વધી રહી છે. તો ખેડૂતોને તેનું વળતર શા માટે નથી મળી રહ્યું.

ડુંગળીની જેમ બટાકાના ભાવો પણ ઓછા મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. જેથી આ મામલે સરકારે અત્યારે પુરતો દિલાશો આપીને આ મામલે વિચારણા કરીશું તેવું ચોક્કસથી કહ્યું છે પરંતુ નિર્ણય ના લેવાય ત્યાં સુધી આ સ્થિતિ જોવા મળી છે.

Gold price: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, કિંમતોમાં જબરદસ્ત તેજી, જાણો મહાનગરોમાં 10 ગ્રામ સોનાનો ભાવ
Insurance sector 100% FDI: ઇન્શ્યોરન્સ સેક્ટરમાં મોટો ધડાકો! 100% FDI ને લીલી ઝંડી, જાણો તમારા પ્રીમિયમ અને ક્લેમ સેટલમેન્ટ પર શું થશે અસર.
Gold price: સોનાના ભાવ ધડામ રોકાણકારો માટે ખુશખબર, MCX પર ગોલ્ડ રેટમાં ઘટાડો, તમારા શહેરનો 10 ગ્રામ સોનાનો ભાવ અહીં જુઓ
Elon Musk: એલોન મસ્કની કમાણીનો જબરદસ્ત ઉછાળો, બીજા સૌથી ધનિક વ્યક્તિ કરતાં સંપત્તિમાં આટલો મોટો તફાવત
Exit mobile version