News Continuous Bureau | Mumbai
ફ્યુચર રિટેલના(Future retail) મેનેજિંગ ડિરેક્ટર(MD) રાકેશ બિયાનીએ(Rakesh Biyani) પોતાના પદ પરથી રાજીનામું(Resignaion) આપી દીધું છે. ફ્યુચર ગ્રુપ પહેલેથી જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે ત્યારે રાકેશ બિયાણીએ રાજીનામા આપી દીધું છે. ફ્યુચર ગ્રુપની ફ્લેગશિપ ફર્મ રહેલી ફ્યુચર રિટેલને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(National Company Law Tribunal) સમક્ષ નાદારીની અરજી નો સામનો કરી રહી છે. રિલાયન્સે(Reliance) ફ્યુચર રિટેલ સાથે રૂ. 24,713 કરોડનો સોદો રદ કર્યો છે. ત્યારે ફ્યુચર રિટેલના સિનિયર એક્ઝિક્યુટિવે રાજીનામું આપ્યું હોવાના મીડિયામાં અહેવાલ આવ્યા છે.
મીડિયા હાઉસ માં આવેલા અહેવાલ મુજબ રાકેશ બિયાનીને 2 મે, 2019 ના રોજ ત્રણ વર્ષની મુદત માટે મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ 1 મે, 2022 ના રોજ સમાપ્ત થયો. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેને મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરીથી નિમણૂંક કરવામાં આવી નથી કારણ કે તેને પુનઃ નિયુક્તિ ની માંગ કરી ન હતી.
આ ઉપરાંત, બિયાની કંપનીના સંબંધિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ(Board of directors) ના સભ્ય પણ હતા. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે તેમણે બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે.
મીડિયામાં આવેલા અહેવાલ મુજબ ફ્યુચર રિટેલ લિમિટેડના કંપની સેક્રેટરી વીરેન્દ્ર સામાણીએ(Virendra samani) પણ રાજીનામું આપી દીધું છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે વધુ સારા ભવિષ્ય માટે રાજીનામું આપ્યું છે. કંપનીએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને તેમને 30 એપ્રિલ, 2022થી નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : LIC IPOનું પહેલા દિવસે જોરદાર ઓપનિંગઃ પોલિસીધારકોનો ક્વોટા લગભગ 2 ગણો ભરાયો
ફ્યુચર ગ્રૂપમાં ફ્યુચર સપ્લાય ચેઇન સોલ્યુશન્સ, ફ્યુચર રિટેલ, ફ્યુચર લાઈફ સ્ટાઇલ ફેશન્સ, ફ્યુચર કન્ઝ્યુમર અને ફ્યુચર એન્ટરપ્રાઇઝિસ નો સમાવેશ થાય છે.મીડિયામાં આવેલા અહેવાલ મુજબ રિલાયન્સ કંપનીનું ફ્યુચર કંપની સાથે અધિગ્રહણને મુદ્દા પર ફ્યુચર રિટેલ, રિલાયન્સ અને એમેઝોન(Amazon) આ ત્રણ કંપનીઓ વચ્ચે કાનૂની લડાઈ ચાલી રહી છે. એમેઝોને ફ્યુચર રિટેલ અને રિલાયન્સ વચ્ચેની ડીલનો વિરોધ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં(Supreme court) પોતાના કેસનો બચાવ કરતા ફ્યુચર ગ્રુપે આરોપ લગાવ્યો હતો કે એમેઝોને રૂ. 1,400 કરોડના સોદા માટે રૂ. 26,000 કરોડની કંપનીને તોડી પાડી હતી. એમેઝોને અગાઉ ફ્યુચર રિટેલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance industries) પર છેતરપિંડીનો(Scam) આરોપ લગાવ્યો હતો. આ માટે એમેઝોને અખબારોમાં જાહેરાતો પણ છાપી હતી.