ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ઓક્ટોબર, 2021
શુક્રવાર
શેર માર્કેટમાં રાકેશ ઝુનઝુનવાલાનું નામ બિગ બુલ તરીકે જાણીતું છે. ઝુનઝુનવાલાએ એ તાતા ગ્રૂપના બે શેરમાંથી અધધધ કમાણી કરી લીધી છે. તે સિવાય અન્ય રોકાણકારો પણ માલામાલ થયા છે. આ બે શેર તાતા મોટર્સ અને ટાયટનના છે.
તાતા મોટર્સ ઓટોમોબાઇલ કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલાની ૧.૯ ટકા ભાગીદારી છે. તેમની પાસે આ કંપનીના 3.77 કરોડ શેર છે. ઝુનઝુનવાલાએ ડિસેમ્બર 2020માં આ શેર ખરીદ્યા હતા. ત્યારથી આ કંપનીએ 150.84 ટકા રિફંડ આપ્યું છે. એક મહિનામાં આ શેરના રિફંડમાં ૧૫.૬ ટકા વધારો થયો છે.
શિરડી સાંઈબાબાની ‘જય’, હવે લાખો ભક્તોને સમાવવા માટે એક આખું નવું શહેર બનશે; જાણો સરકારી પ્લાન
તાતા ગ્રૂપની ટાયટન કંપનીના ઝુનઝુનવાલા પાસે 4.26 કરોડ શેર છે. આ શેરમાંથી મહિનામાં ૧૮ ટકા રિફંડ મળ્યું છે. ટાયટનના શેરમાંથી રાકેશ ઝુનઝુનવાલાએ 745 કરોડ અને ટાટા મોટર્સમાંથી 162.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે.