ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 નવેમ્બર 2021
ગુરુવાર.
ભારતના વારેન બફેટ તરીકે ઓળખાતા રાકેશ ઝુનઝુનવાલા અને વેસ્ટબ્રિજ કેપિટલ દ્વારા સમર્થિત દેશની સૌથી મોટી ખાનગી આરોગ્ય વીમા કંપની સ્ટાર હેલ્થ (Star Health) બહુ જલદી 3,000 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવવાની યોજના બનાવી રહી છે. નાણાકીય વર્ષ 2020-21માં કંપનીનો બજાર હિસ્સો 15.8 ટકા રહ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે આ કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલા લગભગ 14.98 હિસ્સો ધરાવે છે. એટલે કે તેઓ 8.23 કરોડ રૂપિયાના શેર આ કંપનીમાં ધરાવે છે. આ ખાનગી ઈન્શ્યોરન્સ કંપનીના શેરનો ભાવ 870થી 900 રૂપિયા હશે એવું માનવામાં આવે છે..
રાકેશ ઝુનઝુનવાલા જેવા દિગ્ગજ રોકાણકાર ધરાવતી અને સેફક્રોપ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયા તેમજ વેસબ્રિજના રોકાણવાળી કંપની સ્ટાર હેલ્થ (Star Health)નો આઈપીઓ 30મી નવેમ્બરના રોજ ખુલશે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 870-900 રૂપિયા નક્કી કરી છે. કંપનીનો ઇશ્યૂ બીજી ડિસેમ્બરના રોજ બંધ થશે. જો સ્ટાર હેલ્થ ઇન્શ્યોરન્સ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી પૈસા ભેગા કરે છે તો એન્કર બુક 29મી નવેમ્બરના રોજ ખુલશે.
દેશની સૌથી મોટી ખાનગી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની સ્ટાર હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીમાં દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની ભાગાદારી છે. રાકેશ ઝુનઝુનવાલાની Start Health and Allied Insuranceમાં 14.98% ભાગીદારી છે. જ્યારે તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાની આ કંપનીમાં 3.26 ટકા ભાગીદારી છે. તેઓએ માર્ચ 2019 અને નવેમ્બર 2021ની વચ્ચે 155.28 રૂપિયા પ્રતિએ તેના શેર ખરીદયા હતા. તેમણે આ કંપનીમાં રોકાણ કરવાનું ચાલુ કર્યું ત્યારથી એટલે કે છેલ્લા 32 મહિનામાં કંપનીનો 5.79 ટાઈમ ગ્રો થયો છે.
તેમણે 9,324,087 સ્ટાર હેલ્થના શેર છેલ્લા એક વર્ષમાં લીધા હતા. શેરનો સરેરાશ ભાવ 256.44 રહ્યો હતો તેમના પત્ની રેખા 17,870,977 શેર એટલે કે 3.23 ટકા હિસ્સો આ ઈન્શ્યોરન્સ કંપનીમાં ધરાવે છે.