ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
અમદાવાદ
28 જુલાઈ 2020
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરૂભાઇ અંબાણીના મોટાભાઈ રમણીકભાઇ અંબાણીનું સોમવારની સાંજે અવસાન થયું છે. તેઓ 95 વર્ષના હતા. પ્રાથમિક જાણકારી મુજબ તેઓ વયોવૃધ્ધ હોવાને લીધે નિધન થયું છે.
રમણિકભાઈ તેમના ભાઈ ધીરૂભાઇ અંબાણીના જીવનમાં દરેક પડાવના સાક્ષી રહ્યા છે. રિલાયન્સની શરૂઆતમાં પણ તેમણે અગત્યની ભૂમિકા ભજવી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં કો-ફાઉન્ડર રમણિક ભાઈના પુત્ર 'વિમલ' ના નામ પરથી ધીરૂભાઇ અંબાણીએ કાપડની બ્રાન્ડ 'વિમલ' શરૂ કરી હતી.
અંબાણી પરિવારના જણાવ્યા મુજબ રમણિક ભાઈ 95 વર્ષનું સંપૂર્ણ અને ઉમદા જીવન જીવ્યાં છે. તેમના જીવન દરમ્યાન તેઓ રિલાયન્સની સફળતાના સાક્ષી રહયાં છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં મુકેશ અંબાણી પરિવાર સાથે લંડનમાં હોવાથી મોટા કાકાની અંતિમ ક્રિયામાં હાજર રહી શકયા ન હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારમાં એનર્જી મિનિસ્ટર સૌરભ પટેલના લગ્ન રમણિકભાઈની પુત્રી ઈલા સાથે થયા હતાં…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com