News Continuous Bureau | Mumbai
RBI Action : ભારતીય રિઝર્વ બેંક (Reserve bank ) એ જય પ્રકાશ નારાયણ નાગરી સહકારી બેંક બસમતનગર, ( Jai Prakash Narayan Nagari Sahakari Bank ) મહારાષ્ટ્ર ( Maharashtra ) નું લાઇસન્સ ( Licence ) રદ ( cancels ) કર્યું છે. બેંકની વર્તમાન નાણાકીય સ્થિતિને જોતા મંગળવારે તેનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. આરબીઆઈના જણાવ્યા મુજબ, આ સહકારી બેંક વર્તમાન સંજોગોમાં તેના થાપણદારોને સંપૂર્ણ ચૂકવણી કરવામાં અસમર્થ રહેશે. લાઇસન્સ રદ થયા બાદ બેંકને ‘બેંકિંગ’ વ્યવસાય પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમાં થાપણોની સ્વીકૃતિ અને તાત્કાલિક અસરથી થાપણોની ચુકવણીનો પણ સમાવેશ થાય છે.
99.78% ગ્રાહકોને સંપૂર્ણ પૈસા પાછા મળશે
આરબીઆઈએ નિવેદનમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર ના સહકાર કમિશનર અને સહકારી મંડળીના રજિસ્ટ્રારને આરબીઆઈ ( RBI Action ) દ્વારા બેંક (જય પ્રકાશ નારાયણ નાગરી સહકારી બેંક બસમથનગર) બંધ કરવા અને લિક્વિડેટરની નિમણૂક કરવા સૂચના આપવામાં આવી છે. લિક્વિડેશન પ્રક્રિયા પૂરી થયા પછી, સહકારી બેંકના ખાતાધારકોને થાપણ વીમા દાવાઓ દ્વારા ચૂકવવામાં આવશે. આ અંતર્ગત લોકોને તેમની 5 લાખ રૂપિયા સુધીની જમા રકમ પરત મળશે. આ ચુકવણી ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) દ્વારા કરવામાં આવશે. બેંકના રેકોર્ડ મુજબ લગભગ 99.78 ટકા ખાતાધારકોને આખા પૈસા પાછા મળશે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra politics : શરદ પવારનો રાજનિતીના અખાડામાં પરાજય. અજીત પવાર અસલી એનસીપી. ચૂંટણી પંચનો ચુકાદો…
આજથી લાયસન્સ રદ
સેન્ટ્રલ બેંકે કહ્યું કે જય પ્રકાશ નારાયણ નાગરી કોઓપરેટિવ બેંક પાસે કામગીરી માટે પૂરતું ભંડોળ નથી. આ ઉપરાંત, તેને કમાવાનો કોઈ રસ્તો દેખાતો નથી. તેથી તે લોકોના પૈસા પરત કરવાની સ્થિતિમાં નથી. આવી સ્થિતિમાં જો બેંક આગળ કોઈ કામ કરે તો ખાતાધારકોને મોટું નુકસાન વેઠવું પડી શકે છે. જેના કારણે બેંકની બેંકિંગ સેવાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.