News Continuous Bureau | Mumbai
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ લગભગ એક વર્ષ પછી અમેરિકાની(USA) પેમેન્ટ ટેક્નોલોજી કંપની(Payment technology company) માસ્ટરકાર્ડને(MasterCard) મોટી રાહત આપી છે.
સેન્ટ્રલ બેંકે(Central bank) માસ્ટરકાર્ડ પર લાગેલા તમામ નિયંત્રણો હટાવી દીધા છે.
આ સિવાય આરબીઆઈએ માસ્ટરકાર્ડને તેના નેટવર્કમાં નવા ગ્રાહકો(New customers) ઉમેરવાની મંજૂરી આપી છે.
સેન્ટ્રલ બેંકે કહ્યું છે કે માસ્ટરકાર્ડ એશિયા/પેસિફિક પ્રાઈવેટ લિમિટેડ(Asia/Pacific Pvt ltd) દ્વારા પેમેન્ટ સિસ્ટમ ડેટાના(Payment system data) સ્ટોરેજના સંતોષકારક કંપ્લાયંસને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ પાછા ખેંચવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગત 14 જુલાઈના રોજ, આરબીઆઈએ લોકલ ડેટા સ્ટોરેજ(Local data storage) ધોરણોનું પાલન ન કરવા બદલ માસ્ટરકાર્ડને નવા ક્રેડિટ(Credit), ડેબિટ(Debit) અને પ્રીપેડ કાર્ડ્સ(Prepaid cards) જારી કરવા પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ મૂક્યો હતો.
આ સમાચાર પણ વાંચો : શેરબજાર ઉંધા માથે પટકાયું- સેન્સેક્સ નિફ્ટી આટલા પોઇન્ટના ઘટાડા સાથે ખુલ્યો