Site icon

શું તમને પ્રાઇવેટ બેંક લોન નથી આપતી- હવે ચિંતા નહીં, સહકારી બેંકો પણ ખુલ્લા હાથે હાઉસિંગ લોન આપી શકશે- રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની મોટી જાહેરાત

 News Continuous Bureau | Mumbai

હાલમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની(Reserve Bank of India) ત્રણ દિવસીય બેઠક સમાપ્ત થઈ. આ બેઠકમાં નાણાં ધોરણો અને ધિરાણ વિગતો પર વિસ્તારથી ચર્ચા થયા બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કો-ઓપરેટિવ બેંક(Co-operative Bank) તેમજ ગ્રામ્ય બેંકો(Rural Banks) માટે ઘણી મોટી જાહેરાત કરી છે. પોતાના નિવેદનમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું છે કે સહકારી તેમજ ગ્રામીણ બેંકો હવે અપંગ(Disabled) અને વૃદ્ધોને(Senior citizen) ડોર સ્ટેપ સર્વિસ(Door step service)  આપી શકશે. એટલે કે હવે કમર્શિયલ બેંક(Commercial Bank) ની જેમ સહકારી અને ગ્રામીણ બેંકો પણ કામ કરી શકશે. આ ઉપરાંત હાઉસિંગ લોન(Housing loan) માટે ધિરાણ આપવાની મર્યાદા પણ વધારી નાખવામાં આવી છે. અગાઉ સહકારી બેંકો 50 લાખ રૂપિયા સુધી લોન આપી શકતી હતી જેની મર્યાદા હવે વધારીને ૧ કરોડ 40 લાખ કરવામાં આવી છે. જોકે આની માટે અમુક નીતિનિયમો(Policies) છે અને બેન્કની કુલ નેટવર્થ પ્રમાણે તેની ધિરાણ ક્ષમતા નક્કી થશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના આ ફેંસલા થી એવા અનેક લોકોને ફાયદો થશે જેમને પ્રાઇવેટ બેંક લોન(Private bank loan) નથી આપતી અને કોપરેટીવ બેંક પાસેથી તેમને ઘણા ઓછા નાણાં મળે છે.  આ નિર્ણયને કારણે ગ્રામીણ ક્ષેત્ર તેમજ બી કેટેગરીના શહેરોમાં બિલ્ડરોને ઘણો મોટો લાભ થશે. અહીં ઇમારતો બનાવવું અને તેને વેચવું સરળ રહેશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : શું ફરીથી વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ- સાઉદી અરબની આ નિર્ણયથી દુનિયાભરમાં હડકંપ-ભારતની પણ વધી શકે છે મુશ્કેલી

Lenskart IPO: લેન્સકાર્ટ ને આપી સેબીએ આઇપીઓ લાવવાની મંજૂરી, અધધ આટલા કરોડ એકઠા કરશે કંપની
RBI: આરબીઆઈનો આ નિયમ આવતીકાલથી લાગુ, જાણો શું છે ચેક ને લગતો આ નિયમ
Robert Kiyosaki: વોરન બફેટના વલણ પર રોબર્ટ કિયોસાકીનું એલર્ટ, સોના અને ચાંદી ને લઈને કર્યો આવો દાવો
Gold Price Today: દશેરા પછીના દિવસે સોનાં-ચાંદીના ભાવમાં ઘટાડો, રોકાણકારો માટે સાવચેત રહેવાની સલાહ, જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ
Exit mobile version