ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
06 ઓગસ્ટ 2020
આજથી 50 હજાર ઉપરના ચેકની લેવડદેવડ ના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે ઊંચી રકમના ચેક ક્લિયરિંગના નિયમોમાં બદલાવ કર્યો છે. ગ્રાહકોની સુરક્ષા વધારવા અને ચેક લિફમાં થતી છેડછાડ અને ધોખાધડીને રોકવા માટે આરબીઆઇએ નવી સિસ્ટમ રજૂ કરી છે. 50,000 રૂપિયા કે તેથી વધુની રકમ માટે "પોઝિટિવ પે" સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. "પોઝિટિવ પે" અંતર્ગત ચેક આપતી વખતે તેના ગ્રાહક દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે, ચેકની ચૂકવણી માટે, જે-તે બેંકનો સંપર્ક સાધવામાં આવશે. જે માટે આર.બી.આઈ એ ખાસ ગાઇડલાઇન જાહેર કરી છે.
નવી સિસ્ટમ મુજબ લાભ કરતાં ને ચેક આપતાં પહેલાં ચેક નંબર, તારીખ, ચૂકવનાર નું નામ, એકાઉન્ટ નંબર, રકમ જેવી વિગતો ચેક ની આગળ અને પાછળ એમ બંને બાજુ ભરવાની રહેશે અને ફોટા સાથે જમા કરાવવાની રહેશે. જ્યારે લાભાર્થી ચેકને જમા કરાવવા બેંકમાં જશે ત્યારે બેંક "પોઝિટિવ પે" મારફતે આપવામાં આવેલી વિગતોની સાથે તુલના કરશે અને જો બંનેની માહિતી મળશે તો જ નાણાંની ચૂકવશે કરશે. આમ મોટી રકમ માં થતી હેરાફેરી રોકવામાં બેકને મદદ મળશે…
આરબીઆઈએ આજે મળેલી સમિતિની બેઠકમાં એમ પણ જણાવ્યું હતું કે વ્યાજના દરમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com