News Continuous Bureau | Mumbai
ભારત સરકારને(Indian Government) આરબીઆઈ(RBI) દ્વારા દર વર્ષે ડિવિડન્ડ(Dividends) આપવામાં આવે છે.
ભારતીય રિઝર્વ બેંકના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સે(Central Board of Directors) આજે સરકારને ડિવિડન્ડ સરપ્લસ (Dividend surplus) તરીકે રૂ. 30,307 કરોડ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે.
આ સાથે બોર્ડે કન્ટીજન્સી રિસ્ક બફર(Board Contingency Risk Buffer) 5.50% રાખવાનો નિર્ણય કર્યો છે.
આરબીઆઈની નાણાકીય નીતિની(Monetary policy) બેઠક 6 જૂન, 2022થી 3 દિવસ માટે શરૂ થશે અને 8મી જૂને નાણાકીય નીતિમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ, 4 મેના રોજ આરબીઆઈની પોલિસી મીટિંગ પછી, અચાનક રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 4.40 ટકા અને કેશ રિઝર્વ રેશિયો 50 બેસિસ પોઈન્ટ્સ વધારીને 4 ટકાથી વધારીને 4.50 ટકા કરવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : શેરબજારમાં ગુડફ્રાઇડે.. માર્કેટમાં શાનદાર તેજી, સેન્સેક્સ-નિફ્ટી જબરદસ્ત ઉછાળા સાથે થયા બંધ.. જોકે આજે આ શેર રહ્યા ટોપ લૂઝર