ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
23 ઓક્ટોબર 2020
ભારતીય રીઝર્વ બેંક (આરબીઆઇ)એ પેમેંટ સિસ્ટમ ઑપરેટર્સને નવા સ્વ અધિકારીવાળો ક્યૂઆર કોડ ઇશ્યુ કરવાની ના પાડી દીધી છે. ડિજિટલ પેમેંટ ઇંન્ફ્રાસ્ટ્રકચરમાં સુધાર માટે આરબીઆઇએ આ નિર્ણય લીધો છે. આરબીઆઇએ જણાવ્યું છે કે સ્માર્ટફોન્સ આ સમયે દેશવ્યાપી થઇ ગયા છે અને ઇ-પેમેંટસનો આધાર ક્યૂઆર બની રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ત્રણ પ્રકારના ક્યૂઆર કોડ ચલણમાં છે.
1. ભારત ક્યૂઆર,
2. યૂપીઆઇ ક્યૂઆર અને
3. સ્વ અધિકાર ક્યૂઆર.
હાલના સમયમાં ભારત ક્યૂઆર અને યૂપીઆઇ ક્યૂઆર ઇંટર-ઓપરેબલ છે, તેનો અર્થ એ થાય છે કે કોઇ પણ એપ આ ક્યૂઆર સ્ટીકરને વાંચી શકે છે. આરબીઆઇના આ નિર્ણયથી ટ્રાંસિટ સિસ્ટમમાં સમસ્યા આવશે. ટ્રાંસિટ સિસ્ટમનો પોતાનો ક્લોઝ્ડ-લૂપ પેમેંટ કાર્ડ સિસ્ટમ હોય છે, હવે તેને કાર્ડથી ક્યૂઆર કાર્ડ પેમેંટમાં શિફ્ટ થવું પડશે.
નોંધનીય છે કે આરબીઆઇએ વધારે ઇંટર-ઓપરેબલ ક્યૂઆર કોડ લોન્ચ કરવાની સંભાવનાઓ અને અન્ય પાસાઓ પર વિચાર કરવા માટે એક સમિતિ બનાવી હતી. સમિતિની બેઠક બાદ રિઝર્વ બેંકે નિર્ણય લીધો હતો કે અત્યારે યુપીઆઇ ક્યૂઆર અને ભારત ક્યૂઆર જ ચલણમાં રહેશે. જો પેમેંટ કંપનીઓ નવો ક્યૂઆર કોડ લોન્ચ કરવા ઇચ્છે છે તો તેઓએ આમાંથી એક અથવા બંને સાથે ચાલે તેવો તૈયાર કરવો પડશે જેને માટે 31 માર્ચ 2022 સુધીનો સમય આપવામાં આવ્યો છે.
રિઝર્વ બેંકને સોંપવામાં આવેલ રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે કાગળ આધારિત ક્યૂઆર કોડ ઘણો સસ્તો અને પ્રભાવશાળી છે, તેને જાણવણીની જરૂરિયાત પડતી નથી. આરબીઆઇએ કહ્યું છે કે પેમેંટ સિસ્ટમને ઇંટર-ઓપરેબલ પેમેંટસ માટે લોકોમાં જાગૃકતા લાવવી પડશે. ઇંટર ઓપરેબિલિટીના કારણે સામાન્ય લોકોને સરળતા થશે અને પેમેંટ સિસ્ટમ પહેલાની સરખામણીએ સુધરી જશે.