News Continuous Bureau | Mumbai
જો તમારું ખાતું પુણેની રૂપી કો-ઓપરેટિવ બેંક(Rupee Co-operative Bank ) લિમિટેડ આ સહકારી બેંકમાં (co-operative bank) છે, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. ભારતીય રિઝર્વ બેંકે (RBI) આ બેંકના ગ્રાહકોને જાણ કરી છે કે 22 સપ્ટેમ્બર, 2022થી તેઓ તેમના ખાતામાંથી પૈસા ઉપાડી શકશે નહીં. તેથી શક્ય હોય તેટલા જલ્દી તેઓ પોતાના ખાતામાંથી પૈસા ઉપાડી લે.
RBIએ પુણે સ્થિત રૂપી કો-ઓપરેટિવ બેંક લિમિટેડનું લાઇસન્સ(license ) રદ કરવાનો નિર્ણય લીધો છે. બેંકે ગ્રાહકોને 21 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે, કારણ કે 22 સપ્ટેમ્બરથી બેંક તેની સેવાઓ બંધ કરશે. તેથી ત્યાર બાદ ગ્રાહકો તેમના ખાતામાંથી પૈસા ઉપાડી શકશે નહીં.
ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank of India) છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી બેંકો સામે મોટી કાર્યવાહી કરી છે, જેમાં પુણે સ્થિત રૂપી કો-ઓપરેટિવ બેંક લિમિટેડનો પણ સમાવેશ થાય છે. RBIએ આ બેંકનું લાઇસન્સ રદ કર્યું છે. તેથી આ સહકારી બેંક 22 સપ્ટેમ્બરથી ગ્રાહકોને તેની બેંકિંગ સેવાઓ(Banking services) પ્રદાન કરી શકશે નહીં. બેંકોની ખરાબ આર્થિક સ્થિતિને જોતા RBIએ ઘણી બેંકોના લાઇસન્સ રદ કર્યા છે, જેમાં મોટી સંખ્યામાં સહકારી બેંકોના નામ છે.
આ સમાચાર પણ વાંચો : સારા સમાચાર- SBI ના દેશભરના કરોડો ગ્રાહકોને મળશે આ સર્વિસ ફ્રી
પુણેની રુપી કો-ઓપરેટિવ બેંક લિમિટેડ નાણાકીય સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. આ બેંક પાસે કોઈ મૂડી બચી નહોતી. તેથી RBIએ આ બેંકનું લાઇસન્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. આ બેંકની નવી કમાણીનાં સાધનો પણ ખતમ થઈ ગયા. આવી સ્થિતિમાં ગ્રાહકોના પૈસાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ 22 સપ્ટેમ્બરથી બેંક સંપૂર્ણપણે બંધ રહેશે એવો નિર્ણય લીધો છે.
અહીં ઉલ્લેખનીય છે કે RBIની પેટાકંપની ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન(Deposit Insurance and Credit Guarantee Corporation) (ડીઆઈસીજીસી) છે. આ વીમા યોજના દ્વારા ગ્રાહકોને જમા ખાતા પર 5 લાખ રૂપિયાનું વીમા કવચ મળે છે. આ વીમા યોજના સહકારી બેંકના ગ્રાહકોને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે ચલાવવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો કોઈ બેંક નબળી નાણાકીય સ્થિતિને કારણે બંધ કરવી પડે છે, તો ગ્રાહકને DICGC દ્વારા 5 લાખ રૂપિયા સુધીની થાપણો પર વીમા કવચનો લાભ મળે છે અને આ પૈસા ગ્રાહકોને મળે છે.