ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
26 ડિસેમ્બર 2020
મહારાષ્ટ્રમાં છાશવારે બેંકના ઘોટાળાઓ સામે આવી રહયાં છે. જેનાથી બિચારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો નું સૌથી વધુ આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આરબીઆઈએ મહારાષ્ટ્રમાં વધુ એક બેંકનું લાઇસન્સ રદ કર્યુ છે, તેમાંથી એક છે કોલ્હાપુરની 'સુભદ્રા લોકલ એરિયા બેંક'.
આ કેસમાં બેન્કિંગ ક્ષેત્રના નિયમનકારે જણાવ્યું હતું કે આ બેંક જે રીતે કાર્યરત છે તે હાલના અને ભાવિ થાપણદારોના હિતોને નુકસાન પહોંચાડી શકે છે, જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વે બેંકે જાણકારી આપી હતી કે, બેંકના સંચાલનમાં ચાલી રહેલી ગોલમાલને પગલે RBI દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, RBIએ આ બેંકનું લાયસન્સ બેંકિગ રેગ્યુલેશન એક્ટ 1949ના સેક્સન 22,4 હેઠળ કેન્સલ કર્યું છે. આ અંગે આરબીઆઇએ જણાવ્યું કે, સુભદ્રા બેંકમાં એવા અનેક કામો થતાં હતા જે ડિપોઝીટર્સના વર્તમાન અને ભવિષ્ય માટે બરાબર નહોંતા. ત્યારે આવી બેંકને ચાલુ રાખવી એ પબ્લિકને નુકસાન પહોંચાડ્યા બરાબર છે.
અહીંની સુભદ્રા લોકલ એરિયા બેન્ક મૂંઝવણમાં છે કારણ કે આરબીઆઈ દ્વારા સમય સમય પર અપાયેલી સૂચનાઓને અવગણવામાં આવી છે, જેના કારણે બેંકનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. જોકે, બેંકનું 16.8 કરોડનું રોકાણ કેન્દ્ર સરકાર પાસે સલામત છે અને તેની 7.94 કરોડ રૂપિયાની થાપણ સલામત છે. જો કે, આ કાર્યવાહીથી બેંકના 127 કર્મચારીઓની નોકરી બરબાદ થઈ ગઈ છે.
ઉલ્લેખનિય છે કે, RBIએ હજુ થોડા દિવસો અગાઉ જ મહારાષ્ટ્રના કારડ સ્થિતિ 'ધી કરાડ જનતા સહકારી બેન્ક લિમિટેડ'નું પણ લાઇસન્સ રદ કર્યુ હતુ…
