ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 04 માર્ચ, 2022,
શુક્રવાર,
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ (RBI)એ બુધવારે સરજેરાવદાદા નાઈક શિરાલા સહકારી બેંક, સાંગલી, મહારાષ્ટ્રનું લાઇસન્સ રદ કર્યું હતું.
RBIના કહેવા મુજબ કે સરજેરાવદાદા નાઈક શિરાલા સહકારી બેંક, સાંગલી પાસે પૂરતી મૂડી અને કમાણીની હવે કોઈ સંભાવનાઓ રહી નથી.
અરે વાહ!! દહિસર-ભાયંદર વચ્ચેનું અંતર થશે દૂર, પાંચ મહિનાની અંદર બનશે લિંક રોડ.. જાણો વિગત
લાયસન્સ રદ કરવાની સાથે જ સર્જેરાવદાદા નાઈક શિરાલા સહકારી બેંક લિમિટેડે બુધવારે કામકાજના કલાકો બંધ થવાની સાથે જ બેંકિંગ વ્યવસાય ચાલુ રાખવાનું બંધ કરી દીધું હોવાનું રિઝર્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું.
કો-ઓપરેશન એન્ડ રજીસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ, મહારાષ્ટ્રના કમિશનરને પણ બેંકને બંધ કરવા અને ધિરાણકર્તા માટે લિક્વિડેટરની નિમણૂક કરવા માટેનો આદેશ જારી કરવા વિનંતી કરવામાં આવી છે.