જાણવા જેવુ / શું નોટ પર કઈ લખવાથી કરન્સી થઈ જાય છે અમાન્ય? જાણો આરબીઆઈની ગાઈડલાઈન

ઘણી વાર તમને આવી ઘણી નોટો મળે છે જેના પર કંઈક લખેલું હોય છે. આવી સ્થિતિમાં મનમાં સવાલ ઉઠે છે કે, શું જે નોટો પર કંઈક લખેલું હશે તે અમાન્ય ગણાશે.

by Dr. Mayur Parikh
RBI Clean Note Policy-Does Indian currency note with anything written on it become invalid

News Continuous Bureau | Mumbai

RBI Clean Note Policy: ઘણી વાર તમને આવી ઘણી નોટો મળે છે જેના પર કંઈક લખેલું હોય છે. આવી સ્થિતિમાં મનમાં સવાલ ઉઠે છે કે, શું જે નોટો પર કંઈક લખેલું હશે તે અમાન્ય ગણાશે. આજકાલ આ સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, જો તમે નવી નોટ પર કંઈક લખશો તો તે અમાન્ય થઈ જશે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે શું તેની વેલ્યૂ સમાપ્ત થઈ જશે અને તમે તેનો બજારમાં ઉપયોગ કરી શકતા નથી અથવા કોઈ અન્ય હકીકત છે.

આરબીઆઈની નવી ગાઈડલાઈનનો આપવામાં આવી રહ્યો છે હવાલો

સોશિયલ મીડિયા પર એક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જો કોઈ નોટ પર કંઈક લખેલું હશે તો તે સીધું જ અમાન્ય (Notes Invalid) થઈ જશે. આવી નોટો માત્ર કાગળનો ટુકડો બનીને રહી જશે. વાયરલ મેસેજમાં આરબીઆઈની નવી ગાઈડલાઈન્સ (RBI Guidelines for Indian Note) ને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, જેમ અમેરિકી ડોલર પર કંઈક લખવાથી તે અમાન્ય થઈ જાય છે. તેવી જ રીતે, જો તમે ભારતીય ચલણ પર કંઈક લખો છો, તો તે અમાન્ય થઈ જશે.

દાવો સંપૂર્ણપણે નકલી

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા સમાચારની પીઆઈબીએ ફેક્ટ ચેક (PIB Fact Check) કર્યું છે. આ પેક્ટ ચેકમાં પીઆઈબીને જાણવા મળ્યું છે કે, આ સમાચાર સંપૂર્ણપણે ફેક છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોના ફેક્ટ ચેકે આ મામલે સ્પષ્ટતા આપી છે અને જણાવ્યું છે કે, આરબીઆઈના નામે ફેલાવવામાં આવી રહેલા આ સમાચાર ફેક છે. તેની સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, નોટ પર કંઈક લખવાથી તે ઈનવેલિડ નહીં થાય.

આ સમાચાર પણ વાંચો : પાંચ મહિના બાદ કરી વાપસી, ટીમને બનાવી વર્લ્ડ ચેમ્પિયન, ધોની- પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો 

નોટ પર કઈપણ લખવાથી બચો

આરબીઆઈ (RBI) ની ક્લીન નોટ પોલિસી મુજબ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા લોકોને વિનંતી કરે છે કે તેઓ નોટ પર કંઈપણ ન લખે. તેની સાથે લોકો નોટોને ધ્યાનથી રાખે, કારણ કે જો તેઓ નોટ પર કંઈક લખે છે, તો આવી નોટોની લાઈફ ઓછી થઈ જાય છે, તે ઝડપથી બગડે છે. આવી સ્થિતિમાં આરબીઆઈએ તેમને ઝડપથી બદલવું પડે છે.

Join Our WhatsApp Community

You may also like