ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ મે ૨૦૨૧
શુક્રવાર
એક તરફ ભારત દેશમાં મંદીનાં વાદળો છવાયેલાં છે ત્યારે બીજી તરફ શૅરબજારમાં જોરદાર તેજીનો પવન ફૂંકાયો છે. આજની તારીખમાં અનેક લોકો એવા છે જેની કમાણી ઓછી થવાને કારણે શૅરબજારમાં રોકાણ કરીને પૈસા કમાઈ લેવા માગે છે, પરંતુ હકીકત આના કરતાં વિપરીત છે. આજની તારીખમાં શૅરબજારમાં જે તેજી દેખાઈ રહી છે એ ખોટી તેજી છે. જે વ્યક્તિ આ તેજીમાં ઊંચી કિંમતે શૅર ખરીદશે તે પસ્તાશે.
જૂન મહિનામાં આટલા દિવસ બૅન્ક બંધ રહેશે; જાણો તારીખો અહીં
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ સ્પષ્ટ શબ્દોમાં આ સંદર્ભે ચેતવણી આપી દીધી છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે શૅરોના ભાવ જે રીતે વધી રહ્યા છે એને વિકાસ સાથે કોઈ સંબંધ નથી. આથી આ ભાવ પરપોટાની જેમ ફૂટી જશે.
