News Continuous Bureau | Mumbai
બેંકમાં(Bank) અત્યાર સુધી તમારી ફિક્સ ડિપોઝીટ (FD) મેચ્યોર થઈ જાય અને તમે ઉપાડો નહીં તો ઓટોમેટિક રીન્યુ(Automatic renewal) થઈ જતી હતી. પરંતુ હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ FDના નિયમોમાં ફેરફાર કર્યો છે, તેથી જો તમે મેચ્યોરિટી પર પૈસા ઉપાડ્યા નહીં તો તમને મળનારું વ્યાજ ઘટી જશે.
ફિક્સ્ડ ડિપોઝિટ (FD) મામલામાં દેશની કેન્દ્રીય બેંક(Central bank) RBIએ મોટો ફેરફાર કર્યો છે. આ મુજબ, જો તમે પાકતી મુદત પછી FDની રકમનો દાવો નહીં કરો તો તમને મળનાર FD પરનું વ્યાજ ઘટી જશે. તેથી આ નિયમ જાણવો જરૂરી છે.
સેવિંગ એકાઉન્ટની(Savings account) સરખામણીમાં બેંકો FD પર વધુ વ્યાજ દ(Interest rate)ર ઓફર કરે છે. તેથી, ખાતાધારકો દ્વારા પોતાના પૈસા FD માં મુકવાનું પસંદ કરવામાં આવે છે. પરંતુ હવે FDની પાકતી મુદત પછી, જો રકમનો દાવો કરવામાં નહીં આવે, તો તેના પર મળતું વ્યાજ ઓછું થઈ જશે.
આ સમાચાર પણ વાંચો : માર્કેટ મજામાં.. સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં જબરદસ્ત તેજી, આટલા પોઇન્ટ ઉછળ્યા સેન્સેક્સ-નિફ્ટી..
એવું કહેવાય છે કે વ્યાજ બચત ખાતા પર મળેલા વ્યાજ જેટલું હશે. નવો નિયમ તમામ કોમર્શિયલ બેંકો(Commercial Banks), સ્મોલ ફાઇનાન્સ બેંકો(Small finance banks), સહકારી બેંકો(Cooperative Banks) અને સ્થાનિક પ્રાદેશિક બેંકોને(Local regional banks) લાગુ પડશે.
અગાઉના નિયમો મુજબ, FDની પાકતી મુદત પછી, બેંક સમાન વ્યાજ દરે (ઓટો રિન્યુઅલ) FDની મુદત લંબાવી દેતી હતી. જો કે, હવે પાકતી મુદત પછી પૈસા ઉપાડવામાં આવ્યા નથી તો FD પર જમા રકમ પર બચત ખાતા જેટલું જ વ્યાજ મળશે, તેથી પાકતી મુદત પછી FDમાંથી પૈસા ઉપાડવા ફાયદાકારક છે. બેંકો હાલમાં 5 થી 10 વર્ષની લાંબા ગાળાની FD પર 5 ટકાથી વધુ વ્યાજ લે છે, જ્યારે બચત ખાતામાં 3 થી 4 ટકા વ્યાજ ચૂકવે છે.