Site icon News Continuous Bureau | Mumbai

બેંકમાં તમારી FD મેચ્યોર થઈ ગઈ છે? તો વિલંબ કર્યા વગર પૈસા ઉપાડી લેજો. અન્યથા RBIના નવા નિયમથી તમને આ નુકસાન થઈ શકે છે…

RBI may go in for 25 basis point interest rate hike in monetary policy meet next month

મોંઘવારીના મેવા ખાવા તૈયાર થઈ જાઓ, રિઝર્વ બેન્ક ફરી વધારી શકે છે આટલા ટકા બેસિસ પોઈન્ટ રેપો રેટ, ઘરની EMIથી લઈને કાર લોન મોંઘી થશે!..

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

બેંકમાં(Bank) અત્યાર સુધી તમારી  ફિક્સ ડિપોઝીટ (FD) મેચ્યોર થઈ જાય અને તમે ઉપાડો નહીં તો ઓટોમેટિક રીન્યુ(Automatic renewal) થઈ જતી હતી. પરંતુ હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ FDના નિયમોમાં ફેરફાર કર્યો છે, તેથી જો તમે મેચ્યોરિટી પર પૈસા ઉપાડ્યા નહીં તો તમને મળનારું વ્યાજ ઘટી જશે.

ફિક્સ્ડ ડિપોઝિટ (FD) મામલામાં દેશની કેન્દ્રીય બેંક(Central bank) RBIએ મોટો ફેરફાર કર્યો છે. આ મુજબ, જો તમે પાકતી મુદત પછી FDની રકમનો દાવો નહીં કરો તો તમને મળનાર FD પરનું વ્યાજ ઘટી જશે. તેથી આ નિયમ જાણવો જરૂરી છે.

સેવિંગ એકાઉન્ટની(Savings account) સરખામણીમાં બેંકો FD  પર વધુ વ્યાજ દ(Interest rate)ર ઓફર કરે છે. તેથી, ખાતાધારકો દ્વારા પોતાના પૈસા FD માં મુકવાનું પસંદ કરવામાં આવે છે. પરંતુ હવે FDની પાકતી મુદત પછી, જો રકમનો દાવો કરવામાં નહીં આવે, તો તેના પર મળતું વ્યાજ ઓછું થઈ જશે. 

આ સમાચાર પણ વાંચો : માર્કેટ મજામાં.. સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં જબરદસ્ત તેજી, આટલા પોઇન્ટ ઉછળ્યા સેન્સેક્સ-નિફ્ટી..

એવું કહેવાય છે કે વ્યાજ બચત ખાતા પર મળેલા વ્યાજ જેટલું હશે. નવો નિયમ તમામ કોમર્શિયલ બેંકો(Commercial Banks), સ્મોલ ફાઇનાન્સ બેંકો(Small finance banks), સહકારી બેંકો(Cooperative Banks) અને સ્થાનિક પ્રાદેશિક બેંકોને(Local regional banks) લાગુ પડશે.

અગાઉના નિયમો મુજબ, FDની પાકતી મુદત પછી, બેંક સમાન વ્યાજ દરે (ઓટો રિન્યુઅલ) FDની મુદત લંબાવી દેતી હતી. જો કે, હવે પાકતી મુદત પછી પૈસા ઉપાડવામાં આવ્યા નથી તો FD પર જમા રકમ પર બચત ખાતા જેટલું જ વ્યાજ મળશે, તેથી પાકતી મુદત પછી FDમાંથી પૈસા ઉપાડવા ફાયદાકારક છે. બેંકો હાલમાં 5 થી 10 વર્ષની લાંબા ગાળાની FD પર 5 ટકાથી વધુ વ્યાજ લે છે, જ્યારે બચત ખાતામાં 3 થી 4 ટકા વ્યાજ ચૂકવે છે.
 

India Becomes Europe Largest Diesel Supplier ભારતે અમેરિકારશિયાને પછાડ્યા યુરોપ માટે ડીઝલનો સૌથી મોટો સપ્લાયર બન્યો ભારત…
LPG eKYC Deadline LPG eKYC ની છેલ્લી તારીખ પૂર્ણ હવે ગેસ સિલિન્ડર કેવી રીતે મળશે? જાણો બુકિંગ અને સબસિડીના નવા નિયમો
India Forex Reserves All Time High વૈશ્વિક તણાવ વચ્ચે ભારતની ઐતિહાસિક સિદ્ધિ વિદેશી મુદ્રા ભંડાર સર્વકાલીન ઉચ્ચ સ્તરે, આંકડો જાણીને ચોંકી જશો
Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
Exit mobile version