Site icon News Continuous Bureau | Mumbai

RBIનો સપાટો, એક સાથે આટલી બેંક સાથે ઉઠાવ્યું મોટું પગલું; ફટકાર્યો લાખો રૂપિયાનો દંડ.. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,25 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

મંગળવાર.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ લોન અને સંબંધિત નિયમો, જનજાગૃતિનો અભાવ, KYC નિયમોનું ઉલ્લંઘન જેવા ગંભીર મુદ્દાઓને ટાંકીને દેશભરની આઠ નાગરિક સહકારી બેંકો સામે એક સાથે શિક્ષાત્મક પગલાં લીધાં છે. આ બેંકોને એક થી ચાર લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે. 
નાગરિક સહકારી બેંકોની કામગીરી પર RBI ચાંપતી નજર રાખતી હોય છે. આ દરમિયાન RBIએ નોંધ્યું હતું કે સુરતની એસોસિએટ કો-ઓપ બેંકે ડાયરેક્ટર્સ અને તેમના સંબંધીઓ માટે નાણાં ધિરાણ કરતી વખતે KYC નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. તે માટે RBIએ ધ એસોસિએટ કો-ઓપ બેંક પર ચાર લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

સુરતની વરાછા કો-ઓપ બેંકને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બેંકે ડિપોઝિટર્સ અવેરનેસ ફંડ અંગેના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈમાં મોગવીરા કો-ઓપ બેંકને RBIએ બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગ્રાહકના KYC નિયમોનું પાલન ન કરવા બદલ રિઝર્વ બેંક દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. 

GST પોર્ટલે ફરી ઉભી કરી વેપારીઓ માટે આફત, વેપારીઓને આવી ફરી નોટિસ; જાણો વિગત

RBI દ્વારા વસઈ જનતા સહકારી બેંકને નાગરિક સહકારી બેંકના નિર્દેશકો અંગેના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાજકોટ પીપલ્સ કો-ઓપ બેંકના ડાયરેક્ટરના લોન સંબંધી નિયમોને કારણે આ બેંકને એક  લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય ભંડારી કો-ઓપ અર્બન બેંકને બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

RBIએ  જમ્મુ સેન્ટ્રલ કો-ઓપ બેંક અને જોધપુરની જોધપુર સિટીઝન્સ કો-ઓપરેટિવ બેંકને પણ એક-એક  લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. રિઝર્વ બેંકએ એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં નાગરિક સહકારી બેંકો સામે કાર્યવાહી કરી હોય તેવું તાજેતરમાં પહેલી વખત બન્યું છે. 

RBI Plastic Currency Notes ₹૧૦ અને ₹૨૦ ની ખરાબ અને ફાટેલી નોટોની ઝંઝટમાંથી કાયમ માટે મુક્તિ! ભારતમાં જ છપાશે પોલિમર કરન્સી; જાણો તમામ સિક્યોરિટી ફીચર્સ
Ambani Family Visits Siddhivinayak Temple Jio IPO ના ધમાકેદાર લિસ્ટિંગ બાદ અંબાણી પરિવાર સિદ્ધિવિનાયકના ચરણે ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા
Anant Ambani Emotional Speech જિયો લિસ્ટિંગ સેરેમનીમાં અનંત અંબાણીનું ભાવુક સંબોધન ભાઈબહેન અને પરિવારના સંઘર્ષને યાદ કરતાં મુકેશ અંબાણીની આંખો છલકાઈ
Mobile PLI Scheme Big Success મોદી સરકારની મોબાઈલ PLI સ્કીમ સુપરહિટ ₹૧૯,૦૦૦ કરોડના ઇન્સેન્ટિવ સામે તિજોરીમાં ₹૩.૨૫ લાખ કરોડનો ટેક્સ ઠલવાયો
Exit mobile version