ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 9 ડિસેમ્બર 2021
ગુરુવાર.
એક તરફ કેન્દ્ર સરકાર ડિજિટલ કરન્સીને પ્રોત્સાહન આપી રહી છે અને રિર્ઝવ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) આગામી વર્ષે ડિજિટલ કરન્સી લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. ત્યારે બીજી તરફ RBIના ગર્વરન શશીકાંત દાસે ડિજિટલ કરન્સીને લઈન જ ચિંતા વ્યક્ત કરી છે.
RBI બહુ જલદી સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (CBDC) લાવવાની તૈયારીમાં છે. તો બીજી તરફ ક્રિપ્ટોકરન્સી અને ડિજિટલ કરન્સીને લગતો બિલ સંસદમાં લાવવાની છે. તે પાશ્ર્વભૂમી પર શશીકાંત દાસે મહત્તવનું વિધાન કર્યું છે કે ડિજિટલ કરન્સી સામે સાયબર સુરક્ષા અને ડિજિટલ છેતરપીંડીનું જોખમ છે.
CBDCને લઈને મહત્વના કામ થઈ ગયા છે. પરંતુ અમુક મુદ્દા પર કામ હજી બાકી છે, તેને પૂર્ણ થવામાં સમય લાગશે એવું તેમણે એક ન્યુઝ એજેન્સીને જણાવ્યું હતું.
અરે વાહ, શું વાત છે! આ ભારતીય કંપની અમેરિકામાં ૧૨ હજાર લોકોને નોકરી આપશે; જાણો વિગતે
દુનિયામાં અમુક દેશોએ ડિજિટલ કરન્સી પર કામ કરવાનું ચાલુ કરી દીધું છે. આગામી વર્ષથી રિઝર્વ બેન્ક પણ પ્રાયોગિક ધોરણે ચાલુ કરવાની હોવાનું પણ તેમણે કહ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે સાયબર સુરક્ષા અને સંભવિત ડિજિટલ છેતરપીંડીનો મુદ્દો બહુ મહત્વનો છે, તેથી તેના પર સાવધાન રહેવું આવશ્યક છે. CBDC બજારમાં આવ્યા બાદ તેના બનાવટી ચલણ પણ બની શકે છે. નાગરિકોની સાથે છેતરપિંડી થાય નહીં તે માટે ફાયરવોલ, મજબૂત સાયબર સુરક્ષા તૈયાર કરવાની આવશ્યકતા હોવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો.