News Continuous Bureau | Mumbai
RBI Governor Shaktikanta Das: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું છે કે, સતત ગાઈડલાઈન હોવા છતાં ઓપરેશનલ સ્તરે બેંકોમાં ખામીઓ જોવા મળી છે. બેંકોના નિર્દેશકોને સંબોધતા દાસે જણાવ્યું છે કે, આવી ક્ષતિઓ અસ્થિરતા પેદા કરી શકે છે. તેમણે એકાઉન્ટ સ્તરે તણાવને છુપાવવા અને વધારીને બતાવવામાં આવતી નાણાકીય કામગીરી માટે ‘સ્માર્ટ એકાઉન્ટિંગ’ની ટીકા કરી હતી. આરબીઆઈ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકને સંબોધતા દાસે જણાવ્યું હતું કે, તે ચિંતાનો વિષય છે કે કોર્પોરેટ ગવર્નન્સ અંગેની માર્ગદર્શિકા હોવા છતાં, અમને કેટલીક બેંકોમાં આ સ્તરે કેટલીક ખામીઓ જોવા મળી છે. તેનાથી બેંકોમાં અમુક અંશે અસ્થિરતા સર્જાઈ શકે છે.
વ્યક્તિગત સ્તરે પણ મામલો ઉઠાવવામાં આવ્યો
દાસે જણાવ્યું હતું કે, બેંકોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને મેનેજમેન્ટે આવી ક્ષતિઓ માટે જગ્યા છોડવી જોઈએ નહીં. અગાઉ પણ આ મામલો વ્યક્તિગત સ્તરે બેંકો સાથે ઉઠાવવામાં આવ્યો છે. ગવર્નરે જણાવ્યું હતું કે, મજબૂત સંચાલન વ્યવસ્થા નિર્દેશક મંડળની સાથે સંપૂર્ણ સમય અને અંશકાલિક ડિરેક્ટર્સ સહિત તમામની સંયુક્ત જવાબદારી છે. દાસે એમ પણ જણાવ્યું હતું કે, આરબીઆઈએ અવલોકન કર્યું છે કે બેંકો તેમની નાણાકીય કામગીરીને કૃત્રિમ રીતે વધારવા માટે ‘સ્માર્ટ એકાઉન્ટિંગ’ પદ્ધતિઓ અપનાવી રહી છે.
‘દબાણવાળા દેવાને લઈ હકીકત છુપાવવાનો પ્રયાસ કરે છે’
RBI ગવર્નરે જણાવ્યું હતું કે, બેંકો સ્ટ્રેસ્ડ લોનને લઈને વાસ્તવિકતા છુપાવવાનો પ્રયાસ કરે છે. તેના માટે તેઓ અન્ય બેંકોની મદદ લે છે. એકબીજાના દેવાને વધુ સારી રીતે દેખાડવા માટે તેના વેચાણ અને પુનઃખરીદીનો આશરો લેવામાં આવે છે. સારા ઋણધારકોને તણાવગ્રસ્ત ઋણધારકોની સાથે લોનનું પુનર્ગઠન કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ બધાનો હેતુ દબાણ છુપાવવાનો છે. કોઈ પણ કેસનું નામ લીધા વિના દાસે જણાવ્યું હતું કે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ચર્ચા અને નિર્ણય લેવામાં સીઈઓના વર્ચસ્વની સ્થિતિ જોવા મળી છે.
આ સમાચાર પણ વાંચો: જાણવા જેવુ / 2 હજારની નોટ બેંકમાં કરાવવા ગયા અને તે નકલી નીકળી તો શું થશે? અત્યારે જ જાણી લો RBIની ગાઈડલાઈન
તેમણે જણાવ્યું હતું કે, આવા કિસ્સાઓમાં એવું જોવા મળે છે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પોતાની વાત પાળવામાં સક્ષમ નથી. તેણે જણાવ્યું હતું કે, આવી સ્થિતિ બને તે અમને પસંદ નથી. સાથે જ એવી પરિસ્થિતિ પણ ન સર્જાવી જોઈએ કે જેમાં CEOને તેમના કાર્યો કરતા અટકાવવામાં આવે. દાસે બેંકોના બોર્ડને સંપત્તિ ગુણવત્તાની વિસંગતતા જેવા મૂળભૂત પાસાઓ પર સતર્ક રહેવા જણાવ્યું હતું, કારણ કે આ માલામાં ખામીથી નકદીના સ્તર પર જોખમની સાથે બેંકો પર પ્રતિકૂળ અસર પડી શકે છે. તેમણે બેંકોને વૃદ્ધિ વ્યૂહરચના, કિંમત નિર્ધારણ વગેરે અંગે સાવચેત રહેવાની પણ સલાહ આપી હતી.