News Continuous Bureau | Mumbai
બેંક પાસેથી લોન(Loan) લેનારાઓએ લોનના હપ્તાઓ(Loan installments) નિર્ધારિત સમયમાં ચૂકવવાના રહે છે. આ હપ્તાઓ ચુકી જાય, તો તેને વસૂલવા માટે બેંકો(Bank) દ્વારા રિકવરી એજન્ટો(Recovery agents) રાખવામાં આવે છે. આ એજન્ટો ખાતેદારોને વારંવાર ફોન કરીને હેરાન કરે છે. પરંતુ હવે RBIએ આની ગંભીર નોંધ લીધી છે. ખોટી રીતે કોલ કરીને લોન ધારકોને(loan holders ) હેરાન કરનારાઓ સામે RBIએ આકરા પગલાં લેવાનો નિર્ણય લીધો છે.
RBIએ નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ(Non-banking finance companies), શિડ્યુલ્ડ બેંકો(Scheduled Banks) અને અન્ય બેંકો માટે લોનની વસુલાત અંગે માર્ગદર્શિકા જારી કરી છે.
નવા નિયમ મુજબ બેંક રિકવરી એજન્ટોએ કર્જધારકો(Creditors) પાસેથી લોનની વસૂલાત(Recovery of loan) દરમિયાન તેમને ધમકી આપીને હેરાન ન કરવા જોઈએ. તેમજ દેવું વસૂલવા માટે ફોન પર ફોન કરવો નહીં. ઋણધારકો પાસેથી વસૂલાત માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ સમય દરમિયાન બેંકોના રિકવરી એજન્ટે ઋણ લેનારાઓનો સંપર્ક કરવો ફરજિયાત છે.
આ સમાચાર પણ વાંચો : RBIએ આ બેંકનું લાઇસન્સ કર્યું રદ- 4500 જયેષ્ઠ નાગરિકોએ ગુમાવ્યા અધધ આટલા કરોડ રૂપિયા
રિઝર્વ બેંક દ્વારા શુક્રવારથી આ અંગેની સૂચનાઓ લાગુ કરવામાં આવી છે. આરબીઆઈએ આનું પાલન ન કરનાર બેંકો સામે કાર્યવાહી કરવાનો પણ નિર્ણય લીધો છે. ઋણ લેનારાએ પહેલા તેની બેંકને આ અંગે ફરિયાદ કરવી જોઈએ. તે પછી, બેંકે આ ફરિયાદની નોંધ લેવાની જરૂર છે. જો 30 દિવસમાં સંબંધિત બેંક દ્વારા ફરિયાદનું નિરાકરણ કરવામાં ન આવે તો બેંકિંગ ઓમ્બડ્સમેનને(Banking Ombudsman) ફરિયાદ કરી શકાય છે. રિઝર્વ બેંકને પણ ફરિયાદ કરી શકાય છે. RBI સંબંધિત બેંકને રિકવરી એજન્ટ સામે પગલાં લેવા માટે પણ નિર્દેશ આપી શકે છે.