Site icon

RBI Guidelines: જો વર્ષોથી બંધ પડેલા બેંક ખાતાને ફરીથી સક્રિય કરવા માંગો છો, આ છે પ્રક્રિયા… RBI એ કર્યા નિયમો હળવા.. જાણો શું છે આ નિયમો.

RBI Guidelines: દેશભરની બેંકોમાં બંધ અથવા નિષ્ક્રિય ખાતાઓ અને દાવા વગરની થાપણો અંગે એક નવી માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં આરબીઆઈએ નિષ્ક્રિય ખાતાઓને સક્રિય કરવાની પ્રક્રિયાને સરળ બનાવી છે

RBI Guidelines If you want to reactivate a bank account that has been closed for years, this is the process... RBI has relaxed the rules

RBI Guidelines If you want to reactivate a bank account that has been closed for years, this is the process... RBI has relaxed the rules

News Continuous Bureau | Mumbai

RBI Guidelines: ભારતીય રિઝર્વ બેંક ( RBI ) એ દેશભરની બેંકોમાં બંધ અથવા નિષ્ક્રિય ખાતાઓ ( Inactive accounts ) અને દાવા વગરની થાપણો અંગે એક નવી માર્ગદર્શિકા જારી કરી છે. આરબીઆઈના નવા નિયમોનો ( new rules ) ઉદ્દેશ્ય એવા ખાતાધારકોને ( account holders ) રાહત આપવાનો છે. જેમના બેંક ખાતા ( Bank account ) લાંબા સમયથી નિષ્ક્રિય પડ્યા છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે તેણે બેંકોમાં દાવા વગરની થાપણો તેના યોગ્ય દાવેદાર સુધી પહોંચે તેની ખાતરી કરવા માટે નવી માર્ગદર્શિકા ( Guideline  ) જારી કરી છે, જે 1 એપ્રિલથી અમલમાં આવશે. 

Join Our WhatsApp Community

એક અહેવાલ મુજબ, આરબીઆઈએ નિષ્ક્રિય બેંક ખાતાઓ ફરીથી ચાલુ કરવાની પ્રક્રિયા હળવી કરી છે. આ ઉપરાંત, નાંણાકીય છેતરપિંડી ( Financial fraud ) રોકવા માટેના નિયમો પણ અમુક હદ સુધી કડક કરવામાં આવી રહ્યા છે, જેથી કોઈ બીજો વ્યક્તિ આવા નિષ્ક્રિય ખાતામાંથી પૈસા ન ઉપાડી શકે. આરબીઆઈએ કહ્યું છે કે હવે આવા નિષ્ક્રિય બેંક ખાતાઓને ફરીથી ચાલુ કરવા માટે, ગ્રાહકે ફક્ત KYC વિગતો જ સબમિટ કરવી પડશે. કેવાયસી વિગતો તમારા બેંકની કોઈપણ શાખામાં સબમિટ કરી શકાય છે. તેથી આ પ્રક્રિયા એકાઉન્ટ ધારકની વિનંતી પર વિડિઓ ગ્રાહક ઓળખ પ્રક્રિયા (V-CIP) દ્વારા પણ કરી શકાય છે.

નિષ્ક્રીય બેંક ખાતાઓને ફરીથી સક્રિય કરવા માટે કોઈપણ જાતની ફી વસૂલવામાં આવશે નહી..

પ્રાપ્ત માહિતી મુજબ, આ મામલે રસપ્રદ વાત એ છે કે, આરબીઆઈએ વધુમાં કહ્યું છે કે બેંકો આવા ખાતાઓને ફરીથી સક્રિય કરવા માટે કોઈપણ જાતની ફી વસૂલ કરી શકશે નહીં. ઉપરાંત, આવા નિષ્ક્રિય બેંક ખાતામાં મીનીમમ બેલેન્સ ન રાખવા બદલ દંડ પણ વસૂલવામાં આવશે નહીં. તેમ જ બેંકોએ આવા બચત ખાતાઓ પર વ્યાજ ચૂકવવાનું ચાલુ રાખવું પડશે, પછી ભલે તે નિષ્ક્રિય જ કેમ ન હોય. એક અહેવાલ મુજબ, આરબીઆઈએ બેંકોને એવા બેંક ખાતાઓની ઓળખ કરવા માટે વાર્ષિક સમીક્ષા હાથ ધરવા નિર્દેશ આપ્યો છે, જેમાં વર્ષ દરમિયાન કોઈ વ્યવહારો થયો નથી.

આ સમાચાર પણ વાંચો :  Indian Billionaire List: ભારતીય અબજોપતિ પ્રમોટર્સની સંધ્યા 21% થી વધી 152ના રેકોર્ડ સ્તરે: આ ટોપના ધનાઢ્યના સંયુક્ત નેટવર્થમાં થયો ઘટાડો: અહેવાલ

એક અહેવાલ મુજબ, આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નાણાકીય છેતરપિંડીનું જોખમ ઘટાડવા માટે આવા નિષ્ક્રિય ખાતાઓની શોધ કરવી મહત્વપૂર્ણ છે. આવા નિષ્ક્રિય ખાતાઓમાં નાંણાકીય છેતરપિંડી રોકવા માટે આવા ખાતાઓને ફરીથી સક્રિય કર્યા પછી, ગ્રાહકો અને બેંક કર્મચારીઓની જાણ વિના તેમના ખાતાના વ્યવહારો પર ઓછામાં ઓછા છ મહિના સુધી ઉચ્ચ સ્તરે દેખરેખ રાખવી જોઈએ. તેથી આવા નિષ્ક્રિય ખાતા દ્વારા છેતરપિંડી ઘટાડવામાં મદદ કરશે. RBIની આ સુધારેલી માર્ગદર્શિકા 1 એપ્રિલથી અમલમાં આવશે. પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને સહકારી બેંકો સહિત તમામ કોમર્શિયલ બેંકોએ આ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version