Site icon

RBI: ખુશખબર! RBIએ વધારી દીધી લિમિટ, હવે ઈન્ટરનેટ વગર 500 રૂપિયા સુધી કરી શકશો ટ્રાન્જેક્શન…

RBI: વગર ઈન્ટરનેટથી પેમેન્ટની લિમિટ 200 થી વધારીને 500 રુપિયા કરવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી ઓનલાઈન પેમેન્ટ કરતા લોકો માટે એક નવી ભેટ આપી છે.

RBI has increased the limit, now you can do transactions up to 500 rupees without internet

RBI has increased the limit, now you can do transactions up to 500 rupees without internet

News Continuous Bureau | Mumbai 

RBI: કેન્દ્ર સરકાર તરફથી સતત ઓનલાઈન પેમેન્ટ કરવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. પરંતુ ઈન્ટરનેટના કારણે ગામડાઓમાં અને દુર અંતરીયાળ વિસ્તારમાં રહેતા લોકો ઓનલાઈન પેમેન્ટ(online payment) કરી શકતા નથી. જેના કારણે ઓનલાઈન પેમેન્ટ કરનારો લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. તેથી સરકારે આવો નિર્ણય કરવો પડ્યો છે.

Join Our WhatsApp Community

ઓનલાઈન પેમેન્ટ કરતા લોકોને RBIએ આપી એક નવી ભેટ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી ઓનલાઈન પેમેન્ટ કરતા લોકોને એક નવી ભેટ આપી છે, વાસ્તવમાં, RBI દ્વારા UPI લાઇટ વૉલેટ (UPI Lite Wallet) થી ઑફલાઇન(offline transaction) ચુકવણીની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા તેની લિમિટ માત્ર 200 રુપિયા હતી, જેને આરબીઆઈએ વધારીને હવે 500 રુપિયા કરી દીધી છે. મતલબ કે યુજર્સ હવે ઈન્ટરનેટ વગર પણ 500 રુપિયા સુધીના યુપીઆઈ લાઈટ વોલેટથી પેમેન્ટ કરી શકશે.

આ સમાચાર પણ વાંચો : CBI: 8 મહિનામાં 23,566 કરોડનું કૌભાંડ, 60 કંપનીઓ દ્વારા આચરવામાં આવેલા ગુનાનો પર્દાફાશ; સીબીઆઈના મુંબઈ હેડક્વાર્ટરનું પ્રોગ્રેસ બુક… વાંચો સંપુર્ણ વિગતો અહીં..

વગર ઈન્ટરનેટથી પેમેન્ટની લિમિટ 200 થી વધારીને 500 રુપિયા કરવામાં આવી

તમને જણાવી દઈએ કે લાઈટ વોલેટ લિમિટ વધારવાથી હવે વગર ઈન્ટરનેટ અને ખરાબ ઈન્ટરનેટ વાળા વિસ્તારોમાં રહેતા લોકો પણ સરળતાથી ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. જોકે ઓવરઓલ વગર ઈન્ટરનેટે ઓનલાઈન પેમેન્ટની લિમિટ 2000 રુપિયા રાખવામાં આવી છે. આરબીઆઈ તરફથી UPI Lite નું વધારેમાં વધારે ઉપયોગ કરનારાને લઈને લિમિટ 200 થી વધારીને 500 રુપિયા કરવામાં આવી છે. જેથી કરીને યુજર્સ ફાસ્ટ પેમેન્ટ કરી શકશે.

 

RBI: આરબીઆઈનો આ નિયમ આવતીકાલથી લાગુ, જાણો શું છે ચેક ને લગતો આ નિયમ
Robert Kiyosaki: વોરન બફેટના વલણ પર રોબર્ટ કિયોસાકીનું એલર્ટ, સોના અને ચાંદી ને લઈને કર્યો આવો દાવો
Gold Price Today: દશેરા પછીના દિવસે સોનાં-ચાંદીના ભાવમાં ઘટાડો, રોકાણકારો માટે સાવચેત રહેવાની સલાહ, જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ
SEBI: યુપીઆઇથી (UPI) ચુકવણી કરનાર ને થશે ફાયદો, સેબીએ (SEBI) લોન્ચ કરી નવી સિસ્ટમ, જાણો તેના વિશે અહીં
Exit mobile version