Site icon

લોન મોંઘી થશે!!! સામાન્ય નાગરિકોને RBIનો ઝટકો. વ્યાજ દરમાં કર્યો વધારો.. જાણો વિગતે.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

સામાન્ય નાગરિકોને ફરી એક વખત ફટકો પડ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ફુગાવાને કાબુમાં લેવા માટે રેપો રેટમાં9Repo Rate) 0.40 ટકાનો વધારો કર્યો છે. આ દર વધારા બાદ બેંકનો રેપો રેટ વધીને 4. 40 ટકા થઈ ગયો છે અને તેને કારણે તમામ પ્રકારની લોન વધુ મોંઘી થવાની શક્યતા છે.

RBI ગવર્નર(Governor) શક્તિકાંત દાસે(Shaktikant das) બુધવાર, 4 મે, 2022 ના રોજ એક પ્રેસ કોન્ફરન્સ(press conference) યોજી હતી. આ વખતે દાસે વ્યાજ દરમાં(Interest rate) વધારાની જાહેરાત કરી હતી. નવા વ્યાજ દરો આજથી જ લાગુ થશે.

દેશમાં મોંઘવારી નો માર પડ્યો છે. જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) દ્વારા માપવામાં આવેલ ફુગાવો માર્ચમાં વધીને 6.95 ટકા થયો હતો. છેલ્લા 17 મહિનામાં છૂટક ફુગાવાનો આ સૌથી વધુ દર છે. ખાદ્યપદાર્થોના ભાવમાં તીવ્ર વધારો મોંઘવારી માટે જવાબદાર છે. તેથી 2 અને 4 મે, 2022ની વચ્ચે રિઝર્વ બેંકની(Rserve bank) ક્રેડિટ પોલિસી(Credit policy) કમિટીની ઈમરજન્સી બેઠક યોજાઈ હતી. દાસે કહ્યું કે મીટીંગે સર્વાનુમતે વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ દરમિયાન, 8 એપ્રિલ, 2022 ના રોજ, RBIએ તેની ક્રેડિટ પોલિસી સ્થિર રાખી હતી.  જોકે, શક્તિકાંત દાસે કહ્યું હતું કે તેઓ મોંઘવારી પર ચાંપતી નજર રાખશે. દાસે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધની(Russia ukraine war) અસર હવે અનુભવાઈ રહી છે. વધારા બાદ રેપો રેટ વધીને 4.40 ટકા થઈ ગયો છે. સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ(Standing Deposit Facility Rate)  4.15 ટકા છે. બેંક રેટ 4.65 ટકા અને CRR અડધા ટકા વધીને 4.50 ટકા થયો છે.

આ સમાચાર પણ વાંચો :  વાહ માની ગયા ભારતીયનો સોના પ્રત્યેનો પ્રેમ!! અક્ષય તૃતીયા પર દેશભરમાં 15,000 કરોડ રૂપિયાની સોનાની ખરીદી…જાણો વિગતે.

પેટ્રોલ-ડીઝલ, સીએનજી, રાંધણગેસ, દૂધ, શાકભાજી, માંસ, ઈંડા અને અન્ય રોજિંદી જરૂરિયાત જેવી ખાદ્ય ચીજોના ભાવમાં વધારો થવાથી જથ્થાબંધ અને છૂટક બજારોમાં મોંઘવારી વધી છે. જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) દ્વારા માપવામાં આવેલ ફુગાવો માર્ચમાં વધીને 14.55 ટકા થયો હતો. આ મોંઘવારી નું સર્વોચ્ચ સ્તર છે. જે અગાઉના ફેબ્રુઆરી મહિનામાં 13.11 ટકા હતો. ત્યારથી, કેટલીક બેંકોએ ધિરાણ દરમાં વધારો કર્યો છે.

 

Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Exit mobile version