ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 02, માર્ચ 2022,
બુધવાર,
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)ના નિયમોનું ઉલ્લંઘન કરનારી ત્રણ કો-ઓપરેટીવ બેંકને દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં નાગરિક સહકારી બેન્ક મર્યાદિત, રાયપુર, છત્તીસગઢનો પણ સમાવેશ થાય છે.
અબર્ન કો-ઓપરેટીવ બેંકોના એક્સપોઝર ધોરણો અને વૈધાનિક/અન્ય નિયંત્રણો-UCBs અને “નો યોર કસ્ટમર“ (KYC) પર જારી કરાયેલા નિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ નાગરિક સહકારી બેંક મર્યાદિત પર રૂ. 4.50 લાખનો દંડ લાદવામાં આવ્યો છે.
ગૃહિણીઓનું કિચન બજેટ ખોરવાશે.. હવે સાબુથી ન્હાવું અને દાંત ઘસવા પણ મોંઘા પડશે. આ કંપનીએ સાબુથી લઈને જામના ભાવમાં 3-13 ટકાનો કર્યો વધારો…
રિઝર્વ બેંકે જીલા સહકારી કેન્દ્રીય બેંક મર્યાદિત, પન્ના પર બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949, ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ સ્કીમ, 2014 અને કેવાયસીની કેટલીક જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે.
આ ઉપરાંત, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 અને ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ સ્કીમ, 2014 ની જોગવાઈઓનું પાલન ન કરવા બદલ જીલા સહકારી કેન્દ્રીય બેંક મર્યાદિત, સતના પર 25,000 રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો હતો.
જોકે, આરબીઆઈએ ઉમેર્યું હતું કે, દંડ નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ બેંકો દ્વારા તેમના સંબંધિત ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર નથી.