News Continuous Bureau | Mumbai
ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India)ના નિયમોનું ઉલ્લંઘન કરનારી ચાર સહકારી બેંક(Co-Operative Bank)ને કુલ ચાર લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
રિઝર્વ બેંક(RBI)એ મહારાષ્ટ્રની અંદરસુલ અર્બન (Andersul Rurban) ઓપરેટિવ બેંકને દોઢ લાખ રૂપિયા અને મહારાષ્ટ્રની અહમદપુર સ્થિત મહેશ અર્બન કો ઓપરેટિવ બેંક પર એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મહારાષ્ટ્રની નાંદેડ(Nanded) સ્થિત મર્ચન્ટ કોઓપરેટિવ બેંક પર 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એ સિવાય મધ્ય પ્રદેશના શહડોલમાં જિલા સહકારી કેન્દ્રીય બેંક મર્યાદિત પર એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આ સમાચાર પણ વાંચો : રિઝર્વ બેંકે બદલ્યો દેશની તમામ નાણાંકીય સંસ્થાઓનો સમય,હવે આ તારીખથી સવારે નવ વાગ્યે ખુલશે; જાણો વિગતે
આ પહેલા રિઝર્વ બેંકે પાંચ એપ્રિલના પણ અનેક બેંકને દંડ લગાવ્યો હતો, જેમાં ફલટન સ્થિત યશવંત કોઓપરેટિવ બેંક લિમિટડને નિયમનું ઉલ્લંઘન કરવા બદલ બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મુંબઈની કોંકણ મર્કન્ટાઈલ કોઓપરેટિવ બેંક લિમિટેડને બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તો કોલકત્તા સ્થિત સમતા કોઓપરટિવ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ પર એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.