ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
નિયમોનું ઉલ્લંઘન કરનારી બે બૅન્કને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ દંડ ફટકાર્યો છે. RBI અનુસાર કેરળની ધનલક્ષ્મી બૅન્કે ડિપોઝિટર એજ્યુકેશન ઍન્ડ અવેરનેસ ફંડ સ્કીમ, 2014ના નિયમનું ઉલ્લંઘન કર્યું હતું. એથી એ બદલ એને 27.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, તો 20 લાખનો દંડ ગોરખપુર સ્થિત NE ઍન્ડ EC રેલવે એમ્પલોઈઝ મલ્ટી સ્ટેટ પ્રાઇમરી કૉ-ઑપરેટિવ બૅન્કને ફટકાર્યો છે.
ભાઈજાનને મુંબઈ એરપોર્ટ પર રોકનાર CISF જવાનની મુશ્કેલી વધી, આ કારણે મોબાઇલ ફોન થયો જપ્ત; જાણો વિગતે
RBIના કહેવા મુજબ બૅન્કનું 31 માર્ચ, 2020ના આર્થિક પરિસ્થિતિ કેવી છે, એ માટે સ્ટેટ્યુટરી ઇન્સ્પેક્શન ફોર સુપરવાઇઝરી ઈવેલ્યુશન કરવામાં આવ્યું હતું એ દરમિયાન રિસ્ક અસેસમેન્ટ રિપૉર્ટ અને ઇન્સ્પેક્શન રિપૉર્ટમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યાર બાદ બંને બૅન્કોને નોટિસ પણ મોકલવામાં આવી હતી.
RBI દ્વારા બંને બૅન્કને દંડ ફટકારવામાં આવ્યો છે, એનાથી જોકે ગ્રાહકોને કોઈ અસર થવાની નથી.