News Continuous Bureau | Mumbai
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ મુંબઈની રાયગઢ(Raigad) સહકારી બેંક(Cooperative Bank) પર નિયંત્રણો લાદ્યા છે. આ પ્રતિબંધોને કારણે થાપણદારો ખાતામાંથી માત્ર 15 હજાર રૂપિયા જ ઉપાડી શકશે. બેંકના રોકડ મૂલ્યમાં(Cash value) ભારે ઘટાડો થયો છે. તેથી, રિઝર્વ બેંકે થાપણદારોના(depositors) નાણાકીય હિતોના(Financial Interests) રક્ષણ માટે આ બેંક પર નિયંત્રણો લાદવાનો નિર્ણય કર્યો હોવાનું કહેવાય છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર રાયગઢ કો-ઓપરેટિવ બેંક પર પ્રતિબંધ છ મહિના માટે રહેશે. રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે બેન્કમાં સેવિંગ એકાઉન્ટ(Savings Account), કરંટ એકાઉન્ટ(Current account) અથવા અન્ય કોઈ ખાતામાં જમા કરાવનારા 15 હજાર રૂપિયાથી વધુ ઉપાડી શકશે નહીં. RBIએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે રાયગઢ કો-ઓપરેટિવ બેંક પર નિયંત્રણો લાદવાનો અર્થ એ નથી કે બેંકનું બેન્કિંગ લાયસન્સ(Banking License) રદ કરવામાં આવશે. બેન્ક ની નાણાકીય સ્થિતિ(Financial status) પર નિયંત્રણો સાથે બેંક બેંકિંગ વ્યવસાય(Banking business) ચાલુ રાખી શકે છે.
રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર બેંકની નાણાંકીય સ્થિતિના આધારે પ્રતિબંધો બદલાઈ શકે છે. દરમિયાન, આરબીઆઈએ(RBI) બીડમાં શ્રી છત્રપતિ રાજર્ષિ શાહુ અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ(Shri Chhatrapati Rajarshi Shahu Urban Co-operative Bank Limited) પર રૂ. 6 લાખનો દંડ ફટકાર્યો છે. બેંકે છેતરપિંડી-વર્ગીકરણ(Fraud-Classification) સહિતના નિયમોનું ઉલ્લંઘન(Violation of rules) કરવા બદલ આ દંડાત્મક કાર્યવાહી કરી છે. RBIની કાર્યવાહીથી આ બેંકના થાપણદારોને કોઈ અસર થશે નહીં.
આ સમાચાર પણ વાંચો : મોંઘવારીનો નવો બોમ્બ ફુટશે-ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લૉ-જાણો કેટલાએ પહોંચ્યો ભાવ
થોડા દિવસો પહેલા, RBIએ મુંબઈમાં મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેંક(Maharashtra State Co-operative Bank) અને નાસિકમાં(Nasik) ધ નાસિક મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક(The Nasik Merchants Co-operative Bank) સામે પણ દંડનીય કાર્યવાહી કરી હતી, જેમાં 'ફ્રોડ – ક્લાસિફિકેશન, રિપોર્ટિંગ(reporting) અને મોનીટરીંગ ગાઇડલાઇન'(Monitoring Guidelines) પર નાબાર્ડની માર્ગદર્શિકાનું(NABARD guidelines) પાલન ન કરવા બદલ RBIએ મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક પર રૂ. 37.50 લાખનો નાણાકીય દંડ લાદ્યો છે. ધ નાસિક મર્ચન્ટ કો-ઓપરેટિવ બેંક અન્ય બેંકો સાથેના તેના વ્યવહારો વિશે માહિતી આપતી નથી. જેથી તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હોવાનું RBIએ કહ્યું હતું.