ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 02 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
ભારતીય રિઝર્વ બેન્કએ એક્સિસ બેન્ક પર 25 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ એક્સિસ બેન્કને કેવાયસી આદેશ, 2016ના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને તે કારણે તેમને દંડ ફટકારવામાં આવ્યો છે.
રિઝર્વ બેન્કએ જણાવ્યું કે ફેબ્રુઆરી અને માર્ચ, 2020 વખતે એક્સિસ બેન્ક ના એક ગ્રાહકના ખાતાની તપાસ કરવામાં આવી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે એક્સિસ બેન્ક રિઝર્વ બેન્કના કેવાયસીને લઈને જાહેર નિર્દેશ, 2016માં શામેલ જોગવાઈનું પાલન કરવામાં નાકામ રહી છે.
એટલે કે એક્સિસ બેન્ક પોતાના કસ્ટમરના ખાતાનું ડ્યુ ડિલિજેન્સ નથી કરી શકતુ અને કસ્ટમર્સના બિઝનેસ અને રિસ્ક પ્રોફાઈને નથી જાણી શકતું.
આ તપાસ બાદ RBIએ આ સંદર્ભમાં બેન્કને નોટિસ આપી છે. નોટિસના જવાબ અને મૌખીક સ્પષ્ટીકરણ પર વિચાર કર્યા બાદ દંડનો નિર્ણય કરવામાં આવ્યો છે.