News Continuous Bureau | Mumbai
ક્રેડિટ કાર્ડ(Credit card)ને લઈને ગ્રાહકોની સતત આવતી ફરિયાદને પગલે રિર્ઝવ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ ડેબિટ કાર્ડ અને ખાસ કરીને ક્રેડિટ કાર્ડ બંધ કરવાના નિયમોમાં ધરખમ ફેરફાર કર્યા છે. સેન્ટ્રલ બેંકે(Central Bank) ક્રેડિટ અને ડેબિટ કાર્ડને જારી કરવા અને ઓપરેશન અને ક્લોઝર(Closure) અંગેના નિયમો સખત કરવાના નિર્દેશ આપ્યા છે. જે પહેલી જુલાઈથી અમલમાં આવવાના છે.
RBI એક્ટ, 1943ના ચેપ્ટર IIIB દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને ભારતીય RBIએ જાહેર હિતમાં જરૂરી અને યોગ્ય નિર્દેશ બહાર પાડ્યા છે. ક્રેડિટ કાર્ડ સંબંધિત આ નિર્દેશ દરેક શેડ્યુઅલ બેંક (પેમેન્ટ બેંકો, રાજ્ય સહકારી બેંકો અને જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકો સિવાય) અને તમામ નોન-બેંકિગ ફાઈનાન્સ કંપનીઓને (NBFCs ) લાગુ પડશે.
આ સમાચાર પણ વાંચો : યુક્રેન યુદ્ધનો ફટકો ભારતની સૌથી મોટી વીમા કંપનીને, એલઆઇસી IPOની સાઈઝ આટલા ટકા ઘટવાની શક્યતા
નવા નિયમ અનુસાર ક્રેડિટ કાર્ડ બંધ કરવા માટેની કોઈપણ અરજીને ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરનાર કંપનીઓએ સાત વર્કિંગ ડેમાં પુરી કરવી પડશે. જોકે, આ નિયમ કાર્ડધારક દ્વારા તમામ લેણાંની ચૂકવણીને આધીન છે. કાર્ડધારકોને હેલ્પલાઈન નંબર(Helpline number), ઈ-મેઈલ આઈડી, ઈન્ટરએક્ટિવ વોઇસ રિસ્પોન્સ (IVR), વેબસાઈટ પર લિંક, ઈન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ-એપ અથવા કોઈપણ અન્ય મોડ દ્વારા કાર્ડ બંધ કરવાની અરજી આપવાની સુવિધા આપવી પડશે.
RBIએ તેની માર્ગદર્શિકામાં જણાવ્યું કે, ક્રેડિટ કાર્ડ બંધ થયા પછી કાર્ડધારકને ઈમેલ(Email), એસએમએસ(SMS) વગેરે દ્વારા તરત જ કાર્ડ બંધ થવા વિશે જાણ કરવી જરૂરી રહેશે. કાર્ડ ઈશ્યુઅર દ્વારા 7 દિવસમાં કાર્ડ બંધ કરવામાં નહિ આવે તો સંબંધિત કંપની ગ્રાહકને પ્રતિ દિવસ રૂ. 500નો દંડ વિલંબ પેટે ચૂકવવા પાત્ર થશે.