ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
06 ઓગસ્ટ 2020
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળી નાણાંકીય નીતિ સમીક્ષા બેઠકના પરિણામ આવી ચુક્યા છે. આરબીઆઈએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35% પર સ્થિર છે. રેપો રેટમાં પરિવર્તનનો અર્થ એ છે કે તમને ઇએમઆઈ અથવા લોન વ્યાજ દર પર નવી રાહત મળશે નહીં.
આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે બેઠકના પરિણામોની માહિતી આપતા જણાવ્યું હતું કે રેપો રેટને 4 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. વળી રિવર્સ રેપો રેટ પણ 3.35 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે. વૈશ્વિક અર્થવ્યવસ્થા હાલ નબળી છે. પરંતુ કોરોનાની માર બાદ દેશની અર્થવ્યવસ્થામાં સુધારો જોવા મળી રહ્યો છે. તથા સારી ઉપજના કારણે ગ્રામીણ ઈકોનોમીમાં રિકવરી છે, વિદેશી વિનિમય ભંડારમાં વધારો થયો છે અને છૂટક ફુગાવો નિયંત્રણમાં છે. જોકે નાણાકીય વર્ષ 2020-21માં જીડીપી વૃદ્ધિ દર નકારાત્મક રહેશે. જૂન મહિનામાં ભારતના વેપારની નિકાસ સતત ચોથા મહિનામાં ઘટી હતી. ઓછી સ્થાનિક માંગ અને આંતરરાષ્ટ્રીય ક્રૂડ તેલના નીચા ભાવને કારણે જૂનમાં આયાતમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
વધુમાં ગવર્નરે કહ્યું હતું કે આર્થિક પ્રવૃત્તિમાં સુધારો થવા લાગ્યો હતો, પરંતુ ચેપના વધતા જતા કેસોને કારણે લોકડાઉન લાદવાની ફરજ પડી હતી. જ્યારે વૈશ્વિક આર્થિક પ્રવૃત્તિ નબળી છે, કોવિડ -19 કેસમાં તેજીએ પુનરુત્થાનના પ્રારંભિક સંકેતોને નબળા બનાવ્યા છે. સપ્લાય ચેઇનમાં અવરોધો રહે છે, જેના કારણે વિવિધ ક્ષેત્રોમાં ફુગાવાનાં દબાણ સર્જાય છે.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી અને લૉકડાઉનના કારણે બનેલી સ્થિતિ બાદ માર્ચથી લઈને અત્યાર સુધી રિઝર્વ બેન્ક રેપો રેટમાં 115 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી ચૂક્યુ છે. વળી, ફેબ્રુઆરી 2019થી જોઈએ તોઆ ઘટાડો 250 બેસિસ પોઈન્ટ સુધી પહોંચી ગયો છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com