213
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022
ગુરુવાર.
આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે RBI Monetary Policy જાહેર કરી છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજના દર 4 ટકા પર યથાવત રાખ્યો છે.
માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ અને બેંક રેટ 4.25 ટકા રહેશે. રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર રહેશે.
ત્રિદિવસીય નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્રીય બેંકે સતત 10મી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. અગાઉ, રિઝર્વ બેંકે છેલ્લે 22 મે 2020ના રોજ વ્યાજ દરોમાં ફેરફાર કર્યો હતો.
