RBI New Guidelines RBI New Guidelines બેંકિંગ સેક્ટરમાં પારદર્શિતાનો યુગ ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને માહિતી પર RBIની લાલ આંખ.

RBI New Guidelines RBI New Guidelines બેંકો હવે ગ્રાહકો પર કોઈ સ્કીમ થોપી શકશે નહીં, ૧ જાન્યુઆરી, ૨૦૨૭ થી નવા નિયમો લાગુ

by kalpana Verat
RBI New Guidelines  RBI New Guidelines બેંકિંગ સેક્ટરમાં પારદર્શિતાનો યુગ ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને માહિતી પર RBIની લાલ આંખ.

 

News Continuous Bureau | Mumbai

RBI New Guidelines ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ગ્રાહકોની સુરક્ષા અને સુવિધા માટે બેંકોને કડક સૂચનાઓ આપી છે, જેમાં કોઈપણ પ્રકારની સ્કીમ ગ્રાહકો પર થોપવા કે તેમને ગેરમાર્ગે દોરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

RBI New Guidelines – નવા નિર્દેશોની મુખ્ય વિશેષતાઓ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ૧૫ જૂન, ૨૦૨૬ ના રોજ ‘રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (કમર્શિયલ બેંક) નો બીજો સુધારેલો નિર્દેશ ૨૦૨૬’ જારી કર્યો છે. આ નિયમો તમામ કમર્શિયલ બેંકો, સ્મોલ ફાઈનાન્સ બેંકો, પેમેન્ટ બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોને લાગુ પડશે. બેંકોને પોતાની આંતરિક વ્યવસ્થામાં સુધારો કરવા માટે ૨૦૨૭ ની શરૂઆત સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને પારદર્શક બેંકિંગ સેવાઓ પૂરી પાડવાનો છે.

RBI New Guidelines – બેંકો માટે આચારસંહિતા (Code of Conduct)

RBI ના નિર્દેશો મુજબ, બેંકોએ હવે પોતાની વેબસાઇટ પર તમામ અધિકૃત ડાયરેક્ટ સેલિંગ એજન્ટ્સ (DSA) અને ડાયરેક્ટ માર્કેટિંગ એજન્ટ્સ (DMA) ની અપડેટ કરેલી યાદી રાખવી પડશે. વધુમાં, બેંક સ્ટાફ અને થર્ડ-પાર્ટી એજન્ટો વચ્ચે ડ્રેસ કોડ કે આઈડી કાર્ડ દ્વારા સ્પષ્ટ તફાવત હોવો જોઈએ. એજન્ટો હવે માત્ર સવારે ૯ થી સાંજે ૭ વાગ્યાની વચ્ચે જ ગ્રાહકોનો સંપર્ક કરી શકશે અને ગ્રાહકની મંજૂરી (Consent) વિના તેમના ઘરે કે ઓફિસે જઈ શકશે નહીં. કોઈ પણ એજન્ટ પોતાની ઓળખ બેંક કર્મચારી તરીકે આપી શકશે નહીં.

RBI New Guidelines – ગેરમાર્ગે દોરતી પદ્ધતિઓ પર અંકુશ

ઘણીવાર ગ્રાહકો જ્યારે બેંકમાં સામાન્ય પૂછપરછ માટે જાય છે, ત્યારે તેમને તેમની જાણ બહાર કોઈ સ્કીમ કે ઇન્સ્યોરન્સ પોલિસી પકડાવી દેવામાં આવે છે. તેમજ ઓનલાઇન સેવાઓમાં પણ ગ્રાહકની સંમતિ વગર પ્રોડક્ટ્સ એક્ટિવેટ થઈ જાય છે. આવી ‘મિસલીડિંગ’ (Misleading) પદ્ધતિઓને અટકાવવા માટે RBI દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. જો કોઈ બેંક આ નવા નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેમની સામે કડક કાર્યવાહી (Strict Action) કરવામાં આવશે.

👉 આ સમાચાર વાચો:
G7 Summit ભારતઅમેરિકા સંબંધોમાં નવો અધ્યાય પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ આમનેસામને, જાણો શું હોઈ શકે છે એજન્ડા?

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More