News Continuous Bureau | Mumbai
RBI Paytm Bank: Paytm કેસમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી બાબતો સામે આવી છે. કેટલીક વાતો સૂત્રો દ્વારા ટાંકવામાં આવી છે. જ્યારે કેટલીક વાતો અનુમાનના આધારે કહેવામાં આવી રહી છે. હવે આ મામલાની ચર્ચા દરમિયાન એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પેટીએમને થોડા સમયમાં રાહત મળી શકે છે અને સૌથી મોટો સવાલ એ છે કે આ વાતોમાં કેટલી સત્યતા છે. શું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ( RBI ) તેની કાર્યવાહીને પાછી ખેંચી શકશે? શું દેશની સેન્ટ્રલ બેંક પેટીએમને કોઈ રાહત આપશે? સોમવારે આરબીઆઈ ગવર્નરે પોતાના કડક વલણ સાથે આ તમામ પ્રશ્નોની સ્પષ્ટતા કરી હતી. સાથે જ કેટલીક એવી વાતો પણ કહેવામાં આવી હતી જેનાથી સ્પષ્ટ થાય છે કે Paytm ને કોઈ રાહત મળશે નહીં.
RBI ગવર્નરે ( RBI Governor ) , સોમવારે આ વિશે મોટી માહિતી આપી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે Paytm પેમેન્ટ્સ બેંક ( PPBL ) સામે લેવાયેલી કાર્યવાહીની સમીક્ષા કરવાનો બહુ ઓછો અવકાશ છે. તાજેતરમાં પેટીએમ પેમેન્ટ્સ બેંક પર મોટા ક્રેકડાઉનમાં, આરબીઆઈએ તેને 29 ફેબ્રુઆરી પછી કોઈપણ ગ્રાહક ખાતા, વૉલેટ, FASTag માં થાપણો સ્વીકારવા અથવા ટોપ અપ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
Paytm પેમેન્ટ્સ બેંક સામે લેવામાં આવેલી કાર્યવાહીની સમીક્ષા કરવા માટે “દુર્લભ અવકાશ” છે…
રાજધાની દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતી વખતે, આરબીઆઈ ગર્વનરે જણાવ્યું હતું કે, Paytm પેમેન્ટ્સ બેંક સામે લેવામાં આવેલી કાર્યવાહીની સમીક્ષા કરવા માટે “દુર્લભ અવકાશ” છે અને RBI વ્યાપક આકારણી પછી નિયમનકારી સંસ્થાઓ સામે પગલાં લે છે. ગર્વનરે એ પણ ભાર મૂક્યો કે નિયમન નાણાકીય ટેક્નોલોજી (ફિનટેક) ક્ષેત્રને સમર્થન આપે છે. આરબીઆઈ ગ્રાહકોના હિતોની સુરક્ષા તેમજ નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે અને મધ્યસ્થ બેંક પેટીએમ મુદ્દા પર ટૂંક સમયમાં FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો) જારી કરે તેવી અપેક્ષા છે.
આ સમાચાર પણ વાંચો : Rakul and Jacky: પ્રકૃતિ ને ધ્યાનમાં રાખતા આ રીતે લગ્ન કરશે રકૂલ પ્રીત સિંહ અને જેકી ભગનાની, વેડિંગ ને લઈને નવી વિગતો આવી સામે
મિડીયા રિપોર્ટ મુજબ, પેટીએમ યુઝર્સ અને પેમેન્ટ બેંકના ગ્રાહકો આરબીઆઈની કાર્યવાહી બાદ મૂંઝવણમાં છે. આવી સ્થિતિમાં, સેન્ટ્રલ બેંક ટૂંક સમયમાં Paytm મુદ્દા પર FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો) જારી કરે તેવી અપેક્ષા છે. 31 જાન્યુઆરી, 2024ના રોજ, નોંધનીય છે કે, RBIએ Paytm Payments Bank (PPBL)ને નવા ગ્રાહકો ઉમેરવા અને ક્રેડિટ/ડેબિટ કાર્ડ જારી કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.