News Continuous Bureau | Mumbai
ભારતીય રિઝર્વ બેંકે(RBI) મહારાષ્ટ્રમાં 3 બેંકો(Maharashtra Bank) સામે દંડાત્મક પગલાં લીધા છે. બેંકિંગ(Banking) ને લગતા નિયમોનું ઉલ્લંઘન(Violation of rules) કરવા બદલ ઇન્દાપુર અર્બન કો-ઓપરેટિવ બેંક(Indapur Urban Co-operative Bank), ધ યવતમાલ કો-ઓપરેટિવ બેંક લિ. (The Yavatmal Co-operative Bank Ltd.) અને વરુડ કો-ઓપરેટિવ બેંક લિ.(Warud Co-operative Bank Ltd) આ ત્રણેય બેંકો સામે દંડનીય કાર્યવાહી(Penal action) કરવામાં આવી છે.
RBI દ્વારા અર્બન કોઓપરેટિવ બેંકો(Urban Cooperative Banks) માટે નિર્ધારિત નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ઇન્દાપુર અર્બન કોઓપરેટિવ બેંકને 7 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ધ યવતમાલ અર્બન કોઓપરેટિવ બેંકને KYC મામલે અર્બન કોઓપરેટિવ બેંકોને આપવામાં આવેલી સૂચનાઓનું ઉલ્લંઘન કરવા બદલ 3.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત, વરુડ અર્બન કોઓપરેટિવ બેંકને RBI દ્વારા સહકારી બેંકોને(co-operative banks) જારી કરાયેલી સૂચનાઓનું ઉલ્લંઘન કરવા અને KYC કેસમાં રૂ. 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
રિઝર્વ બેંક દ્વારા બેંકો પર નિયમોનું પાલન ન કરવા બદલ દંડ લાદવામાં છે. આ કાર્યવાહીથી બેંકના ગ્રાહકોને પણ અસર થાય છે.
આ સમાચાર પણ વાંચો : આમ જનતાને ઝટકે પે ઝટકા- દેશની ખાનગી સેક્ટરની સૌથી મોટી બેંકે ફરી હોમ લોન મોંઘી કરી- આટલા ટકાનો કર્યો વધારો
મળેલ માહિતી મુજબ દેશમાં તાજેતરમાં કુલ 8 સહકારી બેંકોને દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં મહેસાણા(Mehsana) અર્બન કો-ઓપરેટિવ બેંકને 40 લાખ રૂપિયા, છત્તીસગઢ સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ(Chhattisgarh State Co-operative Bank Limited), રાયપુરને(Raipur) 25 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે મધ્ય પ્રદેશની(Madhya Pradesh) ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ સેન્ટ્રલ બેંક લિમિટેડ(District Cooperative Central Bank Limited), છિંદવાડા(Chindwara) અને ગાર્હા કોઓપરેટિવ બેંકોને(Garha Cooperative Banks) 1-1 લાખ રૂપિયા અને ગોવા સ્ટેટ કોઓપરેટિવ બેંક(Goa State Cooperative Bank), પણજીને 2.51 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
જુલાઈ મહિનાની શરૂઆતમાં, આરબીઆઈએ(RBI) ધ નાસિક મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક, મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંક સામે કાર્યવાહી કરી હતી. આ સમયે, રિઝર્વ બેંકે આ કાર્યવાહી અંગે નિવેદન બહાર પાડ્યું હતું. આ ઉપરાંત RBIએ કહ્યું કે એવું જોવામાં આવ્યું છે કે મુંબઈની 'મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેંક'એ છેતરપિંડી અને દેખરેખના સંબંધમાં જારી નાબાર્ડના નિર્દેશોનું પાલન કર્યું નથી. જેના કારણે બેંક પર 37.50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.