ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑગસ્ટ, 2021
શુક્રવાર
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ આજે ધિરાણ નીતિની જાહેરાત કરી છે.
આરબીઆઈએ રેપો રેટ, રિવર્સ રેપો રેટ, એમએસએફ રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.
રેપો રેટ કોઈ ફેરફાર વગર 4 ટકા રહેશે. MSF રેટ અને બેંક રેટ 4.25 ટકા કોઈપણ ફેરફાર વગર રહેશે. તેમજ રિવર્સ રેપો રેટ પણ કોઈપણ ફેરફાર વગર 3.35 ટકા પર રહેશે.
આ ઉપરાંત RBI એ ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ 9.5 ટકા જાળવી રાખ્યો છે.
જોકે, આરબીઆઈ ગવર્નરે અર્થતંત્રમાં અસમાન સુધારા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમના મતે, કેટલાક ક્ષેત્રો પુનર્જીવિત થઈ રહ્યા છે. વળી, કેટલાક ક્ષેત્રોમાં અપેક્ષા મુજબ રિકવરી થઈ રહી નથી.
