ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑક્ટોબર, 2021
મંગળવાર
દેશની સૌથી મોટી બૅન્ક કહેવાતી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)ને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
મુંબઈગરાઓ સાવચેત રહેજો, કોરોનાનો ખતરો હજી ટળ્યો નથી! ગઈ કાલે મુંબઈમાં ચાર દર્દીનાં મોત: જાણો હાલ શહેરમાં કેટલા ઍક્ટિવ દર્દીઓ છે
RBIના કહેવા મુજબ SBIએ કમર્શિયલ બૅન્ક અને અમુક નાણાકીય સંસ્થાઓની તરફથી ગ્રાહકો સાથે થયેલી છેતરપિંડીના વર્ગીકરણ અને તેમના રિપૉર્ટિગ કરવાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
RBIએ થોડા સમય પહેલાં SBI તરફથી મેઇન્ટેન કરવામાં આવતા એક ગ્રાહકના ખાતાની તપાસ કરી હતી. એ દરમિયાન SBI તરફથી રિઝર્વ બૅન્કના નિર્દેશોનું પાલન કરવામાં વિલંબ કર્યો હોવાનું જણાયું હતું. એથી રિઝર્વ બૅન્કે સંબંધિત ગ્રાહક સાથે એ સંબંધિત કોરસ્પોન્ડન્સ અને અન્ય બાબતોની તપાસ કરી હતી. એમાં જાણ થઈ હતી કે ખાતામાં થયેલી છેતરપિંડી બાબતે RBIને મોડેથી જાણ કરવામાં આવી હતી. એથી RBIએ આ બાબતે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાને કારણ દર્શાવો નોટિસ મોકલી હતી. SBI તરફથી સંતોષજનક જવાબ નહીં મળતાં દેશની અગ્રણી કહેવાતી બૅન્કને એક કરોડ રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય રિઝર્વ બૅન્કે લીધો હતો.