Site icon

રિઝર્વ બેંકે દેશની આ સરકારી કંપની પર કડક કાર્યવાહી કરી- ફટકાર્યો અધધ આટલા લાખ રૂપિયાનો દંડ

News Continuous Bureau | Mumbai

દેશની કેન્દ્રીય બેંક આરબીઆઈ હંમેશા નિયમોના ઉલ્લંઘન સામે કાર્યવાહી કરે છે. હવે RBI દ્વારા LIC હાઉસિંગ ફાઇનાન્સ પર પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી છે. રિઝર્વ બેંક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ પર 5 લાખ રૂપિયાનો દંડ કર્યો છે. 

Join Our WhatsApp Community

આરબીઆઈનું કહેવું છે કે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ હોમ લોન લેનારા ગ્રાહકો માટે નિયમોનું પાલન કરવામાં સક્ષમ નથી. ભારતીય રિઝર્વ બેંકે આરોપ લગાવ્યો છે કે LICમાં રોકાણ કરતા ગ્રાહક પર ફ્લોટિંગ ચાર્જ વસૂલવામાં નિષ્ફળતા માટે નેશનલ હાઉસિંગ બેંકની કલમ 29Bનું પાલન કરવામાં નિષ્ફળતા અને સંપત્તિમાં કરાયેલા રોકાણને કારણે આ દંડ લાદવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદતા પહેલા આ 5 બાબતોનું રાખો ધ્યાન- નહીં થાય કોઇ પણ નુકસાન

ઉપરાંત, LIC હાઉસિંગ ફાઇનાન્સે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં નોંધણી કરાવી ન હતી. તેથી આરબીઆઈએ પહેલેથી જ એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સને નોટિસ મોકલી હતી અને શા માટે દંડનીય કાર્યવાહી ન કરવી જોઈએ તે પૂછ્યું હતું. જે બાદ RBIએ આ કંપની પર 5 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

આ કંપનીની સાથે RBIએ મૈસૂર મર્ચન્ટ્સ બેંક લિમિટેડ પર પણ પાંચ લાખનો દંડ લગાવ્યો છે. સાથે જ, RBIએ વક્રાંગી લિમિટેડ પર નિયમોનું યોગ્ય રીતે પાલન ન કરવા બદલ 1.76 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ સમાચાર પણ વાંચો : દેશી ગર્લ પ્રિયંકા ચોપરા 3 વર્ષે ભારત પરત ફરી- મુંબઈ એરપોર્ટ પર એકદમ ઉત્સાહમાં જોવા મળી- જુઓ વિડીયો

Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Exit mobile version