ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર 2021
મંગળવાર
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અનીલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલની સામે મોટી કાર્યવાહી કરી છે.
બેંક રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નાદારીનું કારણ આપીને રિલાયન્સ કેપિટલના બોર્ડને સસ્પેન્ડ કર્યું છે.
સાથે જ આરબીઆઈએ (રિઝોલ્યુશન પ્રોસેસ) શરૂ કરવા માટે એનસીએલટીનો સંપર્ક કરવાનો પણ નિર્ણય લીધો છે.
RBI રિલાયન્સ કેપિટલના એડમિનિસ્ટ્રેટર તરીકે બેંક ઓફ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નાગેશ્વર રાવ વાયની નિયુક્તી કરી છે.
કંપની તેની વિવિધ પેમેન્ટ જવાબદારીઓની ચુકવણીમાં નિષ્ફળ જવાથી આમ કર્યું હોવાનું આરબીઆઈએ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આરબીઆઈની આ કાર્યવાહી બાદ રિલાયન્સ કેપિટલના સ્ટોકને લોઅર સર્કિટ (લોઅર સર્કિટ) મળી હતી. એનએસઈ પર કંપનીનો શેર 19.05 રૂપિયા પર બંધ થયો હતો.
આ દેશોના પ્રવાસીઓને ૧૪ દિવસ ક્વોરન્ટાઈન કરાશે: બ્રિટન, ચીન, બાંગ્લાદેશ સહિત ૧૩ દેશોને 'જાેખમી' જાહેર
