News Continuous Bureau | Mumbai
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(Reserve Bank of India) એ નવો આદેશ જાહેર કર્યો છે. આ નવા દેશ મુજબ કોઈપણ થર્ડ પાર્ટી એપ્લિકેશન(Third party applications) એટલે કે વેબસાઈટ(website) અથવા મર્ચન્ટ બેંક (Merchant Bank) કોઈપણ વ્યક્તિના ક્રેડિટ કાર્ડ(credit card) નો ડેટા નહીં સાચવી શકે. આટલું જ નહીં તેમણે આ ડેટાને ડીલીટ પણ કરવો પડશે.
આનો અર્થ એમ થાય છે કે સપ્ટેમ્બર મહિના પછી દરેક ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડના ટ્રાન્ઝેક્શન(Debit Card Transactions) સમયે વ્યક્તિએ 16 ડિજિટ નો ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ નંબર જાતે ટાઈપ કરવો પડશે. અગાઉની માફક વેબસાઈટમાં પહેલેથી કોઈપણ ડેટા સ્ટોર (data store) નહીં હોય. એટલે કે ઓનલાઇન ટ્રાન્જેક્શન(Online transaction) સમયે દર વખતે ટ્રાન્ઝેક્શન કરનાર વ્યક્તિએ પોતાના કાર્ડને હાથમાં લેવું પડશે અને તે નંબર ટાઈપ કરવો પડશે.
આ સમાચાર પણ વાંચો : જો તમારે સોના-ચાંદીની ખરીદી કરવી હોય તો જલ્દી કરો- આજે ફરી ઘટ્યા ભાવ- જાણી લો લૅટેસ્ટ રેટ
આ ઉપરાંત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સ્પષ્ટ કર્યું છે કે જે વેબસાઈટ પાસે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ ના નંબર સ્ટોર કર્યા હોય તે તમામ વ્યવસાય તો એ આ ડેટા પરમેનેન્ટ ડીલીટ કરવો પડશે.