ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
21 ડિસેમ્બર 2020
મુંબઇમાં જ્યારથી લોકડાઉન ખોલવામાં આવ્યું છે ત્યારથી રીઅલ એસ્ટેટ ઉદ્યોગ એક બાદ એક રેકોર્ડ બનાવી રહ્યું છે, સ્થાવર મિલકતના ઇતિહાસમાં પહેલીવાર વેચાણમાં 10K નો આંકડો વટાવી ગયો છે. રવિવાર સુધીમાં 10,522 વેચાણ નોંધાયા હતા, જ્યારે અગાઉ નવેમ્બર 2020 માં 9,301 વેચાણ નોંધાયું હતું.
મુંબઇના સ્થાવર મિલકત ક્ષેત્રના ઇતિહાસમાં, ડિસેમ્બરના પ્રથમ 20 દિવસોએ આ તમામ રિયલ્ટી રેકોર્ડ તોડી નાખ્યા છે. જે અગાઉ ક્યારેય નહોતું બન્યું. ડિસેમ્બરના પહેલા 20 દિવસમાં રજિસ્ટ્રેશન અને સ્ટેમ્પ્સ ડિપાર્ટમેન્ટ તરફથી ઉપલબ્ધ આંકડા મુજબ, મુંબઈએ 10,522 યુનિટ વેચ્યા છે. જો ગયાં વર્ષ ડિસેમ્બર 2019 ના આંકડા સાથે તુલના કરો તો આખા મહિનામાં ફક્ત 6,433 વેચાણ નોંધાયા હતા.
આ વર્ષે વેચાણની નોંધણી માટેના ધસારાનું મુખ્ય કારણ, સ્ટેમ્પ ડ્યૂટીમાં 3% નો ઘટાડો છે. જેની અંતિમ તારીખ આ 31 ડિસેમ્બર છે. જ્યારે સપ્ટેમ્બર 2020 પહેલાં મુંબઈમાં સ્ટેમ્પ ડ્યુટી 5% હતી. જેનો અર્થ છે સીધે સીધો ફાયદો. હજુ પણ સરકારના એલાન મુજબ ડિસેમ્બર 2020 સુધીમાં 3% અને 31 માર્ચ, 2020 સુધીમાં 2% કટનો લાભ લઈ શકે છે.
આ સિવાય હોમ લોનનું વ્યાજ સૌથી નીચું છે, અને તે બધા ઉપર, વિકાસકર્તાઓ, બિલ્ડરો કિંમતો પર ભારે છૂટ આપી રહ્યા છે. ઘણા વિકાસકર્તાઓએ 2% સ્ટેમ્પ ડ્યુટી પણ માફ કરી રહયાં છે આનાથી ઘર ખરીદનારાઓની બચતમાં વધારો થયો છે.
એક ડેવલપર ના જણાવ્યાં મુજબ "ખરી પરિક્ષા 31 માર્ચ પછી થશે. જ્યારે સ્ટેમ્પ ડ્યૂટી ફરી 5% થઈ જશે. આ સમયમાં વેચાયેલા મોટાભાગના ઘરો એ મધ્યમ વર્ગના સેગમેન્ટના છે. લક્ઝરી માર્કેટમાં હજુ પણ કુલ વેચાણના ભાગ્યે જ 5% હશે."