Site icon

મંદી છતાં મુંબઈ રિયલ્ટી માર્કેટ એ ઇતિહાસ રચ્યો: માત્ર 20 દિવસમાં અધધધ.. આટલાં હજારથી વધુ ઘર વેંચાયા…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

21 ડિસેમ્બર 2020 

મુંબઇમાં જ્યારથી લોકડાઉન ખોલવામાં આવ્યું છે ત્યારથી રીઅલ એસ્ટેટ ઉદ્યોગ એક બાદ એક રેકોર્ડ બનાવી રહ્યું છે, સ્થાવર મિલકતના ઇતિહાસમાં પહેલીવાર વેચાણમાં 10K નો આંકડો વટાવી ગયો છે. રવિવાર સુધીમાં 10,522 વેચાણ નોંધાયા હતા, જ્યારે અગાઉ નવેમ્બર 2020 માં 9,301 વેચાણ નોંધાયું હતું. 

મુંબઇના સ્થાવર મિલકત ક્ષેત્રના ઇતિહાસમાં, ડિસેમ્બરના પ્રથમ 20 દિવસોએ આ તમામ રિયલ્ટી રેકોર્ડ તોડી નાખ્યા છે. જે અગાઉ ક્યારેય નહોતું બન્યું. ડિસેમ્બરના પહેલા 20 દિવસમાં રજિસ્ટ્રેશન અને સ્ટેમ્પ્સ ડિપાર્ટમેન્ટ તરફથી ઉપલબ્ધ આંકડા મુજબ, મુંબઈએ 10,522 યુનિટ વેચ્યા છે. જો ગયાં વર્ષ ડિસેમ્બર 2019 ના આંકડા સાથે તુલના કરો તો આખા મહિનામાં ફક્ત 6,433 વેચાણ નોંધાયા હતા. 

આ વર્ષે વેચાણની નોંધણી માટેના ધસારાનું મુખ્ય કારણ, સ્ટેમ્પ ડ્યૂટીમાં 3% નો ઘટાડો છે. જેની અંતિમ તારીખ આ 31 ડિસેમ્બર છે. જ્યારે સપ્ટેમ્બર 2020 પહેલાં મુંબઈમાં સ્ટેમ્પ ડ્યુટી 5% હતી. જેનો અર્થ છે સીધે સીધો ફાયદો. હજુ પણ સરકારના એલાન મુજબ  ડિસેમ્બર 2020 સુધીમાં 3% અને 31 માર્ચ, 2020 સુધીમાં 2% કટનો લાભ લઈ શકે છે. 

આ સિવાય હોમ લોનનું વ્યાજ સૌથી નીચું છે, અને તે બધા ઉપર, વિકાસકર્તાઓ, બિલ્ડરો કિંમતો પર ભારે છૂટ આપી રહ્યા છે. ઘણા વિકાસકર્તાઓએ 2% સ્ટેમ્પ ડ્યુટી પણ માફ  કરી રહયાં છે આનાથી ઘર ખરીદનારાઓની બચતમાં વધારો થયો છે. 

એક ડેવલપર ના જણાવ્યાં મુજબ "ખરી પરિક્ષા 31 માર્ચ પછી થશે. જ્યારે સ્ટેમ્પ ડ્યૂટી ફરી 5% થઈ જશે. આ સમયમાં વેચાયેલા મોટાભાગના ઘરો એ મધ્યમ વર્ગના  સેગમેન્ટના છે. લક્ઝરી માર્કેટમાં હજુ પણ કુલ વેચાણના ભાગ્યે જ 5% હશે."

Anil Ambani ED Case: અનિલ અંબાણી ગ્રુપ પર EDનો ગાળિયો કસાયો: 13 રાજ્યોમાં ₹581 કરોડની 31 મિલકતો જપ્ત
LPG Supply Crisis: ગેસ સંકટનો માસ્ટરપ્લાન: ઘરે-ઘરે પહોંચ્યા ઇન્ડક્શન ચૂલા! ઈ-કોમર્સ સાઈટ્સ પર સ્ટોક ખૂટ્યો, રેકોર્ડબ્રેક વેચાણથી કંપનીઓ માલામાલ
Gold and Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ગાબડું! ચાંદી ₹૧,૫૦૦થી વધુ તૂટી, સોનું પણ સસ્તું થયું; રોકાણકારો માટે સોનેરી તક
Gold and Silver Prices Today: ક્યાં જઈને અટકશે સોનાની કિંમત? એક જ દિવસમાં ચાંદી ₹૮,૭૪૦ ઉછળી, સોનું ₹૧.૬૧ લાખને પાર; જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ.
Exit mobile version