Realmeનો ક્રિસમસ સેલ શરૂ, સ્માર્ટફોન-ટેબ્લેટ, ટીવી અને અન્ય પ્રોડક્ટ્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ

Realme Golden Festival sale: Best deals on Realme products

News Continuous Bureau | Mumbai

Realmeએ વર્ષના અંત પહેલા ગોલ્ડન ફેસ્ટિવલ સેલની જાહેરાત કરી છે. આમાં ચીનની કંપની બમ્પર ડિસ્કાઉન્ટ સાથે પોતાના પ્રોડક્ટ્સનું સેલિંગ કરી રહી છે. તમે Realmeની વેબસાઇટ, Amazon અને Flipkart પર ડિસ્કાઉન્ટનો બેનિફિટ લઈ શકો છો. સેલ ઑફરમાં, Realme 9 સિરીઝ અને Realme C30 પર 4,500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

સેલ દરમિયાન, Realme Narzo સિરીઝ પર 2,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કંપની AIoT પ્રોડક્ટ્સ પર 5000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સિવાય કંપની અન્ય પ્રોડક્ટ્સ પર બમ્પર ડિસ્કાઉન્ટનો બેનિફિટ આપી રહી છે.

Realme Narzo 50

તમામ ઑફર્સ સાથે, Realmeનો આ બજેટ ફોન રૂ.10,999માં ખરીદી શકાય છે. તમે આ ફોનને Amazon અથવા Realmeની વેબસાઇટ પરથી ખરીદી શકો છો. તેમાં MediaTek Helio G96 પ્રોસેસર અને 5000mAh બેટરી છે. આ ફોન 120Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે સાથે આવે છે.

આ સમાચાર પણ વાંચો: અમદાવાદ – સરળ બનશે ટ્રાન્સપોર્ટ – હવે મેટ્રો અને BRTSથી બહાર નિકળતા લોકોને મળશે ઈલેક્ટ્રીક સ્કૂટર

રિયલમી પેડ મિની

Realme Pad Miniને રૂ. 1,000ના ડિસ્કાઉન્ટ સાથે રૂ. 8,999ની શરૂઆતની કિંમતે ખરીદી શકાય છે. આ કિંમત તેના 3GB રેમ અને 32GB સ્ટોરેજ વાઇફાઇ વેરિઅન્ટ માટે છે. આ ઑફર Flipkart અને Realmeની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Realme C30

Realme C30 પણ ફ્લિપકાર્ટ પર ડિસ્કાઉન્ટ કિંમત સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તમે તેનું બેઝ મોડલ રૂ.5,749માં ખરીદી શકો છો. આ કિંમતે તેનું 2GB રેમ અને 32GB ઇન્ટરનલ સ્ટોરેજ વેરિઅન્ટ ઉપલબ્ધ થશે.

Realme Buds Q2

Realme Buds Q2 ને ફ્લિપકાર્ટ પર 1,999 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે રજૂ કરવામાં આવ્યું છે. આના પર 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ સામેલ છે. Realme Buds Q2 માં વોટર પ્રોટેક્શન માટે IPX5 રેટિંગ આપવામાં આવ્યું છે. આમાં કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ 5.2 સપોર્ટ આપવામાં આવ્યો છે.

રિયલમી વોચ એસ

તમે Realme ના આ સેલિંગ દરમિયાન સસ્તામાં Realme Watch S પણ ખરીદી શકો છો. તેને રૂ.4,499ના ડિસ્કાઉન્ટ ભાવે વેચવામાં આવી રહ્યું છે. તેમાં 1.3 ઇંચની IPS LCD સ્ક્રીન છે. તેમાં આપેલા સેન્સર વડે હાર્ટ રેટ અને બ્લુ ઓક્સિજન સેચ્યુરેશન પણ માપી શકાય છે.

આ સિવાય કંપની બમ્પર ડિસ્કાઉન્ટ સાથે અન્ય પ્રોડક્ટ્સ અને એસેસરીઝ પણ વેચી રહી છે. આ સેલ દરમિયાન, તમે Realme Smart TV પર ડિસ્કાઉન્ટનો બેનિફિટ લઈ શકો છો.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *