News Continuous Bureau | Mumbai
Mukesh Ambani : મુકેશ અંબાણીએ ઘણી કંપનીઓમાં રોકાણ કરીને તેમની નૈયા પાર લગાવી છે. હવે ફરી એકવાર મુકેશ અંબાણી દેવામાં ડૂબેલી ટેક્સટાઇલ સેક્ટરની કંપનીનું નસીબ બદલવા જઈ રહ્યા છે. આ અંગે NCLT પાસેથી મંજૂરી મળી ગઈ છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એસેટ્સ કેર એન્ડ રિકન્સ્ટ્રક્શન એન્ટરપ્રાઈઝની સંયુક્ત બિડને મંજૂરી આપી છે. NCLT ના આ નિર્ણયથી કંપનીના રોકાણકારોને પણ ઘણો ફાયદો થશે.
શેર બજારને મળી જાણકારી
શેર બજારને માહિતી આપતા સિન્ટેક્સ ઈન્ડસ્ટ્રીઝે જણાવ્યું હતું કે, NCLT બેન્ચે આદેશ આપ્યો છે કે રિલાયન્સ અને એસીઆરઈ (ACRE) દ્વારા રજૂ કરાયેલા ડેટ રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી મળી ગઈ છે. હાલમાં સિન્ટેક્સના શેર 52 સપ્તાહની નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યાં છે. રિલાયન્સ – એસીઆરઈ યોજનામાં શેર મૂડીમાં ઘટાડો અને શૂન્ય મૂલ્યના ઈક્વિટી શેરના ડિલિસ્ટિંગનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : પશ્ચિમ રેલવે ભાવનગર-બાંદ્રા વચ્ચે ‘ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન’ દોડાવશે . .
ગત વર્ષે NCLT નો આશરો લીધો હતો
રિપોર્ટમાંથી પ્રાપ્ત માહિતી મુજબ, રિલાયન્સ અને એસીઆરઈ (ACRE) એ સંયુક્ત રીતે લગભગ 3 હજાર 650 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે જ સમયે, સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝના ધિરાણકર્તાઓએ સંયુક્ત બિડની તરફેણમાં મતદાન કર્યું હતું. બીજી તરફ જો આપણે ગયા વર્ષના માર્ચ મહિનાની વાત કરીએ તો, કંપનીની સમસ્યાઓના નિરાકરણ માટે એનસીએલટીનો સહારો લેવામાં આવ્યો હતો.
કંપનીનું દેવુ કેટલું છે?
કંપની પરના દેવાની વાત કરીએ તો, સિન્ટેક્સ ઈન્ડસ્ટ્રીઝ સામે નાદારીની પ્રક્રિયા એપ્રિલ 2022 માં શરૂ થઈ હતી. હાલમાં કંપની પર 7500 કરોડ રૂપિયાની લોન બાકી છે. બોલી લગાવનારાઓમાં વેલસ્પન ગ્રૂપની ફર્મ ઇઝીગો ટેક્સટાઇલ, જીએચસીએલ અને હિમસિંગકા વેન્ચર્સનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : હવે સોનાના ભાવમાં નહીં થાય ઘટાડો! ટૂંક સમયમાં 60 હજારના લેવલને કરી જશે પાર, કેમ વધી રહી છે કિંમત?
52 અઠવાડિયાના લો લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે શેર
સિન્ટેક્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરની વાત કરીએ તો હાલમાં કંપનીનો શેર 2.30 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આ વર્ષે કંપનીનો શેર 52 સપ્તાહની નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. તે જ સમયે, આ સ્ટોકનું 52-સપ્તાહનું રેકોર્ડ સ્તર 11.45 રૂપિયા છે. છેલ્લા 6 મહિનામાં આ શેરમાં 69.13 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.