‘ન્યૂ જિયોફોન 2021 ઓફર’ સાથે ઇન્ડિયા ‘2G મુક્ત ભારત’ની વધુ નજીક
– રૂ.1999માં બે વર્ષ અનલિમિટેડ સેવાઓ અને નવો જિયોફોન
ભારતમાં તેના જેવી પહેલી ઓફરમાં મળશે
નવો જિયોફોન
બે વર્ષ માટે અનલિમિટેડ વોઇસ કોલ
અનલિમિટેડ ડેટા (2 GB/મહિને) બે વર્ષ માટે
– આટલો ફાયદો મેળવવા માટે, ગ્રાહકોએ અન્ય નેટવર્ક પર 2.5 ગણી વધુ ચુકવણી કરવી પડે છે
મુંબઈ, 26 ફેબ્રુઆરી 2021: ભારતમાં ફીચર ફોનના ઉપયોગકર્તાઓ માટે જિયોફોને પરિવર્તનનો યુગ આણ્યો છે અને 100 મિલિયનથી વધુ ગ્રાહકોને જિયોફોનના પ્લેટફોર્મ પર સફળતાપૂર્વક લઈ આવ્યા છે.
આટલું પરિવર્તન આવ્યું હોવા છતાં ભારતમાં હજી પણ 300 મિલિયન મોબાઇલ ગ્રાહકો 2G યુગની ચુંગાલમાં ફસાયેલા છે. ‘2G મુક્ત ભારત’ના અભિયાનને વેગવંતુ બનાવવા માટે, જિયો વધુ એક ઓફર લઈને આવ્યું છે જેમાં પોસાય તેવી કિંમતને કેન્દ્ર સ્થાને રાખીને, 300 મિલિયન ફીચર ફોન ઉપયોગકર્તાઓ સુધી જિયોફોન અને તેની સેવાઓ પહોંચાડવાની નેમ છે.
300 મિલિયન ફીચર ફોન ઉપયોગ ધારકોની સ્થિતિઃ
– પ્રવર્તમાન ફીચર ફોન ઉપયોગકર્તાએ વધારે ખર્ચ કરવો પડે છે, કારણ કે તેઓ મજબૂર છેઃ
• રૂ.1.2થી રૂ.1.5 પ્રતિ મિનિટ વોઇસ કોલ માટે ખર્ચ કરવા પડે છે, જ્યારે સંપન્ન સ્માર્ટફોન યુઝર્સ નિઃશુલ્ક વોઇસ કોલ મેળવે છે.
• રૂ.45 – રૂ.50 પ્રતિ મહિને તેમના કનેક્શનને એક્ટિવ રાખવા માટે ખર્ચ કરવા પડે અને છતાં તેઓ સાવ સામાન્ય ટેલિકોમ સેવાઓ મેળવે છે.
– વોઇસ કોલ માટે આટલો ખર્ચ કરવા છતાં, આ ગ્રાહકોને ઇન્ટરનેટની સુવિધા મળતી નથી!
આ તબક્કે બોલતાં શ્રી આકાશ અંબાણી, ડિરેક્ટર, રિલાયન્સ જિયો, કહ્યું હતું કે,
“2G યુગની ચુંગાલમાં હજી પણ 300 મિલિયન સબસ્ક્રાઇબર્સ ‘ફસાયેલા’ છે, જેમને ઇન્ટરનેટની મૂળભૂત સુવિધાઓ મળતી નથી, ખાસ કરીને એવા સમયે જ્યારે આખું વિશ્વ 5G ક્રાંતિના ઉંબરે આવી ઊભું છે.
છેલ્લા ચાર વર્ષથી જિયોએ ઇન્ટરનેટનું લોકતાંત્રીકરણ કર્યું છે અને દરેક ભારતીય સુધી ટેક્નોલોજીના ફાયદાઓ પહોંચાડ્યા છે. ટેક્નોલોજી હવે ગણ્યા ગાંઠ્યાનો વિશેષાધિકાર નથી રહ્યો.
આ દિશામાં ધ ન્યૂ જિયોફોન 2021 વધુ એક કદમ છે. જિયો ખાતે, અમે આ ડિજિટલ ભેદભાવ ખતમ કર્યો છે અને તેને સંપૂર્ણપણે ખતમ કરવા માટે અમે સાહસિક કદમ ઉઠાવીશું અને દરેક ભારતીયને આ અભિયાનમાં જોડાવા અમે આમંત્રણ આપીએ છીએ.”
ધ ન્યૂ જિયોફોન 2021 ઓફરઃ
A. નવા યુઝર્સઃ
1. જિયોફોન ડિવાઇસ + 24 મહિના માટે અનલિમિટેડ સેવાઓ માટે માત્ર રૂ.1999
a. અનલિમિટેડ વોઇસ કોલ્સ
b. અનલિમિટેડ ડેટા (2 GB હાઇ સ્પીડ ડેટા દર મહિને)
c. બે વર્ષ સુધી કોઈ રિચાર્જની જરૂર નહીં
2. જિયોફોન ડિવાઇસ + 12 મહિના અનલિમિટેડ સેવાઓ માટે માત્ર રૂ. 1499
a. અનલિમિટેડ વોઇસ કોલ્સ
b. અનલિમિટેડ ડેટા (2 GB હાઇ સ્પીડ ડેટા દર મહિને)
c. એક વર્ષ સુધી કોઈ રિચાર્જની જરૂર નહીં
આટલા ફાયદા મેળવવા માટે, ગ્રાહકો અન્ય નેટવર્ક પર 2.5 ગણી ચુકવણી કરે છે
– જિયોફોન 2021 ઓફર = રૂ. 1999
– અન્ય નેટવર્ક પર ખર્ચ = રૂ. 5000
અત્યારે, એક ફીચર ફોન અને બે વર્ષની સેવાઓ માટે, એક ગ્રાહક અન્ય નેટવર્ક પર ~ રૂ. 5000 ખર્ચે છે
a. બે વર્ષ માટે વોઇસ સેવા મેળવવા = રૂ. 3600 (149 * 24 રિચાર્જીસ)
b. સરેરાશ એક ફીચર ફોનની કિંમત = રૂ. 1200 – 1500
B. વર્તમાન જિયોફોન યુઝર્સઃ
1. 12 મહિના માટે અનલિમિટેડ સેવાઓ માત્ર રૂ.749માં
a. અનલિમિટેડ વોઇસ કોલ્સ
b. અનલિમિટેડ ડેટા (2 GB હાઇ સ્પીડ ડેટા દર મહિને)
c. એક વર્ષ સુધી કોઈ રિચાર્જની જરૂર નહીં પડે
આ ઓફર એક માર્ચથી રિલાયન્સ રિટેલ અને જિયો રિટેલર્સ પર ઉપલબ્ધ બનશે.
