Site icon

રિલાયન્સ કેપિટલના બોન્ડ ધારકોને 50 ટકા નુકસાન સહન કરવું પડશે. જાણો કેમ?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર.

રિયાન્સ કેપિટલમાં રોકાણ કરનારાઓને માથે હાથ દઈને રોવાનો વખત આવ્યો છે. રોકાણ કર્યું હતું તેના કરતા પણ અડધી રકમ મળે એવી શક્યતા છે. બજારના સૂત્રોના કહેવા મુજબ નાદારીનો સામનો કરી રહેલી અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલના બોન્ડ હોલ્ડર્સને અડધા જ નાણાં મળશે.

કંપનીના કુલ બાકી બોન્ડમાં 15,000 કરોડ રૂપિયા છે, તેમાં એલઆઈસી અને ઈપીએફઓ જેવી સંસ્થાઓ  જ રિલાયન્સ કેપિટલના બોન્ડમા 6,000 કરોડથી વધુ રોકાણ કર્યું છે.

રિઝર્વ બેન્કે નીમેલા એડમિનિસ્ટ્રેટરને કારણે પુનગર્ઠનની પ્રક્રિયા ઝડપી બનાવા સાથે કંપનીની અસ્કયામત પણ વધવાની શક્યતા છે.

 

ઓમીક્રોન વેરિએન્ટનો ભય. વેપારીઓના વિદેશ પ્રવાસમાં ઘટાડો

ઈન્ડસ્ટ્રીના જાણકારોના કહેવા મુજબ અમુક ઓપરેટિંગ સબસિડિયરીઝ જેમ કે ઈન્શ્યોરન્સ, બ્રોકિંગ અને એસેટ રિકન્સ્ટ્રકશનમાં આરકેપનું રોકાણ સારુ મૂલ્ય ઉપજાવશે. ધિરાણદાર-રોકાણકારોના જુદા જુદા અભિપ્રાય ધરાવતા ધિરાણ દર હોવાથી ડેબ્ટ રિઝોલ્યુશનમાં અંતરાય રહ્યા હતા. હવે તે સમયસર આગળ વધશે. કુલ આઉટસ્ટેન્ડિંગ બોન્ડસ 15,000 કરોડ રૂપિયાના છે.

30 સપ્ટેમ્બર, 2019 પ્રમાણે આ ઈન્સ્ટ્રુમેન્ટસ દ્રારા ડેબ્ટની રકમ રૂ. 16,273.53 કરોડની છે. વિસ્ટ્રા આઈટીસીએલ આ બોન્ડસ માટેની ડિબેન્ચર ટ્રસ્ટી છે. તે હાલ હિસ્સાધારો સાથે વાત કરી રહી છે.

Share Market: રોકાણકારો અને ગ્રાહકો ખાસ નોંધજો! 15 જાન્યુઆરીએ મુંબઈમાં મતદાનને કારણે શેરબજાર અને બેંકો ચાલુ રહેશે કે બંધ? જાણો લેટેસ્ટ અપડેટ
Credit Card Bill After Death: ક્રેડિટ કાર્ડ ધારકના મૃત્યુ બાદ બાકી બિલ કોણે ચૂકવવું પડે? જાણો શું છે બેંકના વસૂલાત માટેના કડક નિયમો
Cheapest Silver in the World: જાણો કયા દેશમાં મળે છે સૌથી સસ્તી ચાંદી? ભારતના ભાવ સાથેનો તફાવત જાણીને ચોંકી જશો
Reliance Industries: રિલાયન્સનો મેગા પ્લાન: મુકેશ અંબાણી હવે વેનેઝુએલાના તેલથી ભરશે તિજોરી, જાણો ભારતને શું થશે ફાયદો
Exit mobile version