News Continuous Bureau | Mumbai
Reliance Industries : 30 જૂન 2023ના રોજ પૂરા થતાં ત્રિમાસિક ગાળા માટેના સંકલિત પરિણામો..

Reliance Industries Consolidated EBITDA At ₹41,982, Up 5.1% Y-o-Y in Q1FY24
વિક્રમી ત્રિમાસિક સંકલિત EBITDA રૂ. 41,982 કરોડ ($ 5.1 બિલિયન), વાર્ષિક 5.1%ની વૃદ્ધિ
જિયો પ્લેટફોર્મ્સની વિક્રમી ત્રિમાસિક EBITDA રૂ. 13,116 કરોડ, વાર્ષિક 14.8%ની વૃદ્ધિ
રિલાયન્સ રિટેલ્સની ત્રિમાસિક EBITDA રૂ. 5,000 કરોડને પાર
જિયોએ ‘જિયોભારત’ ફોન પ્લેટફોર્મ સાથે ‘2G મુક્ત ભારત’ વિઝનને વેગ આપ્યો
કુલ 314 મિલિયન ટ્રાન્ઝેક્શન્સ સાથે ફિઝિકલ-ડિજિટલ ફૂટપ્રિન્ટ માં વિસ્તરણ સાથે રિટેલની મજબૂત વૃદ્ધિ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શેર દીઠ રૂ. 9નું ડિવિડન્ડ જાહેર કર્યું
આ પરિણામો અંગે ટિપ્પણી કરતા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર, મુકેશ ડી. અંબાણી(Mukesh AMbani)એ જણાવ્યું હતું કે, “રિલાયન્સની આ ત્રિમાસિકગાળામાં મજબૂત કામગીરી તથા નાણાકીય પ્રદર્શને વિવિધ ઔદ્યોગિક તથા ઉપભોક્તા સેગમેન્ટની માગને પરિપૂર્ણ કરતા વ્યાપારના અમારા વૈવિધ્યસભર પોર્ટફોલિયોની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
પોષાય તેવા દરે જિયો(Jio)ની ગુણવત્તાસભર ઓફરિંગ્સની વિશાળ શ્રેણીએ સબસ્ક્રાઈબર બેઝમાં મજબૂત વૃદ્ધિને સક્ષમ બનાવી છે, જે ડિજિટલ સર્વિસ વ્યાપારના નાણાકીય પ્રદર્શનમાં પરાવર્તિત થાય છે. જિયોની ખરી 5G સર્વિસને તેજ ગતિએ લાગુ કરવાથી દેશના ડિજિટલ પરિવર્તનને પણ અભૂતપૂર્વ ગતિની પ્રાપ્તિ થઈ છે. ભારતમાં ઈન્ટરનેટ(internet) નું લોકશાહીકરણ કરવાની દિશામાં વધુ એક ડગલું માંડતા, જિયોએ “જિયોભારત” ફોન પ્લેટફોર્મ લોંચ કરીને, દરેક ભારતીય માટે ઈન્ટરનેટ ટેકનોલોજી સુધી પહોંચ પૂરી પાડી છે અને તે પણ પોષાય તેવા દરે.
રિટેલ વ્યાપારે તીવ્રતમ વૃદ્ધિ દર્શાવી છે, જેમાં તેજ-ગતિએ સ્ટોરમાં ઉમેરા તેમજ ફૂટફોલ્સમાં સ્થિર વૃદ્ધિ જોવા મળી છે. ડિજિટલ તથા ન્યૂ કોમર્સ ક્ષેત્રે નવતર પહેલોનું યોગદાન સતત વધી રહ્યું છે, જેથી ઉપભોક્તાઓને મૂલ્યની પ્રાપ્તિ થવાની સાથે મર્ચન્ટ પાર્ટનર્સને પણ સહવર્તી લાભો પૂરા પાડવામાં આવી રહ્યા છે.
O2C વ્યાપારે વૈશ્વિક મેક્રો ક્ષેત્રે સામા પવનની વચ્ચે પણ મજબૂત પ્રદર્શન કર્યું છે. આ ત્રિમાસિકગાળામાં MJ ફિલ્ડ કામગીરી શરૂ થવાથી ભારતની ઊર્જા સુરક્ષા વધશે, જેની સાથે આવનારા મહિનાઓમાં KGD6 બ્લોકમાંથી ઉત્પાદન વધીને ~30 MMSCMD પર પહોંચશે.
નાણાકીય સેવા વ્યાપાર- જિયો ફાયનાન્સિયલ સર્વિસીઝ લિમિટેડ(Jio Financial Services Limited)ના ડિમર્જરની પ્રક્રિયા ચાવીરૂપ મંજૂરીઓની પ્રાપ્તિ સાથે યોગ્ય સ્તરે પહોંચી છે. મારું દૃઢપણે માનવું છે કે, જિયો ફાયનાન્સિયલ સર્વિસીઝ ભારત(India)માં નાણાકીય સમાવેશીકરણને વેગવાન બનાવવા સર્વોત્તમ રીતે સ્થિત છે.”
જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડનું સંકલિત પરિણામ
વિક્રમી ત્રિમાસિક આવક રૂ. 30,640 કરોડ, વાર્ષિક 11.3% ની વૃદ્ધિ
વિક્રમી ત્રિમાસિક EBITDA રૂ. 13,116 કરોડ, વાર્ષિક 14.8% ની વૃદ્ધિ
90 લાખ કરતાં વધારે નેટ સબસ્ક્રાઇબર્સના ઉમેરા સાથે અને માથાદીઠ માસિક 25 GB ડેટા વપરાશ સાથે નેટવર્ક અગ્રેસર
જિયોફાઇબર વ્યવસાયની વૃદ્ધિનું ચાલકબળ; ઉત્તરોત્તર વધારમાં 80% હિસ્સો
આ સમાચાર પણ વાંચો : બે થી વધુ બાળકો ના પિતા છે બોલિવૂડ ના આ સ્ટાર્સ, આ લિસ્ટમાં જોડાયું અર્જુન રામપાલનું પણ નામ
રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “જિયો તેના ટ્રૂ 5G નેટવર્કને રોલઆઉટ કરવામાં ઝડપી પ્રગતિ કરી રહ્યું છે. જિયો ડિસેમ્બર 2023 પહેલા સમગ્ર ભારતમાં 5G રોલઆઉટ કરવાની કામગીરી પૂર્ણ કરવા માટે નિર્ધારીત દિશામાં ગતિ કરે છે. નવો જિયોભારત ફોન નેટવર્ક અને ડિવાઇસની ક્ષમતાઓ સંયોજિત કરનારું જિયોનું વધુ એક સંશોધન છે જેનાથી ‘2G મુક્ત ભારત’ના વિઝનને વેગવાન બનાવવામાં મદદ મળશે અને ઇન્ટરનેટ દરેક માટે સુલભ બનશે. આ રોકાણો સાથે જિયો આગામી વર્ષોમાં કનેક્ટિવિટી અને ડિજિટલ પ્લેટફોર્મ ક્ષેત્રે વૃદ્ધિની ગતિને વેગ આપવાની સફર પર આગળ વધશે.”

Reliance Industries Consolidated EBITDA At ₹41,982, Up 5.1% Y-o-Y in Q1FY24

Reliance Industries Consolidated EBITDA At ₹41,982, Up 5.1% Y-o-Y in Q1FY24
રિલાયન્સ રિટેલ સંકલિત પરિણામો
વિક્રમી ત્રિમાસિક આવક રૂ. 69,948 કરોડ, વાર્ષિક ધોરણે 19.5%ની વૃદ્ધિ
વિક્રમી ત્રિમાસિક EBITDA રૂ. 5,139 કરોડ, વાર્ષિક ધોરણે 33.9%ની વૃદ્ધિ
તમામ ફોર્મેટમાં મળીને સૌથી વધારે ફૂટફોલ 249 મિલિયન; 555 નવા સ્ટોર્સનો પ્રારંભ
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઈશા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “મને જણાવતાં આનંદ થાય છે કે આ ત્રિમાસિક ગાળામાં અમારું નાણાકીય પ્રદર્શન નોંધપાત્ર તેમજ અમારા વ્યાવસાયિક લક્ષ્યો સાથે સુસંગત રહ્યું છે. વપરાશ ક્ષેત્રોમાં સતત વૃદ્ધિએ માર્કેટ લીડર તરીકે અમારી સ્થિતિને વધુ મજબૂત બનાવી છે. અમે અમારા ગ્રાહકો માટે શોપિંગને વધુ આકર્ષક બનાવવા અમારા સ્ટોર્સ અને ડિજિટલ પ્લેટફોર્મમાં નવીનતા લાવવાની સાથે રોકાણ કરવાનું ચાલુ રાખીશું.”

Reliance Industries Consolidated EBITDA At ₹41,982, Up 5.1% Y-o-Y in Q1FY24

Reliance Industries Consolidated EBITDA At ₹41,982, Up 5.1% Y-o-Y in Q1FY24